વડોદરા: વડોદરાની વિરાસત સામાન લહેરી પુરા ગેટ અને સમગ્ર ન્યાય મંદિર વિસ્તારને વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોરીડોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વિસ્તાર ના દબાણો, પાર્કિંગ હટવાનું નામ લેતા નથી. કેટલાક માથભારે દબાણ કર્તા ઓ પાલિકા ના દબાણ વિભાગ ને ગાંઠતા નથી. કે પછી આ વિસ્તારના વોર્ડ અને દબાણ વિભાગ ની મીલીભગત થી આ દબાણો હટતા નથી. લહેરીપુરા વિસ્તાર અને ન્યાંયમંદિરના દબાણો દબાણખાતું હટાવે છે. પરંતુ હટાવ્યા પછી પરત હાલત જેમની તેમ થઈ જતી હોય છે.
આ વિસ્તારના પથારા વાળાઓ તરફ થી રોજના કે માસિક આવકના હપ્તાઓ ચાલુ હોવાથી આ વિસ્તાર દબાણ ખાતા અને અન્ય સરકારી બાબુ ઓ માટે ખિસ્સા ગરમ કરવા માટે નું મુખ્ય કેન્દ્ર હોવાથી આ દબાણો રહેમ નજર હેઠળ હોવાથી દબાણો હટતા નથી. તેવું જાણકારો નું કહેવું છે. જો આ વિસ્તાર ને કોરીડોર બનાવી આકર્ષક, સુંદર અને રળીયામણુ બનાવવું હોય તો સૌ પ્રથમ દબાણ મુક્ત વિસ્તાર બનાવી ને એંતિહાસિક વિરાસત જાળવી રાખવાની અસરદાર કામગીરી થઇ શકે તેમ છે. સૌથી મહત્વનું એં છે કે કાયમી દબાણો હટાવવાની સાથે સાથે ખિસ્સા ગરમ કરતા સરકારી બાબુઓ અને દબાણો પર રહેમ નજર રાખતા નેતાઓ પર નજર રાખી તેમની સામે પગલા ભરવાની જરૂરિયાત ઉભી થઇ છે.
આખા વડોદરા મા જયા દબાણો ટ્રાફિક ને અડચણ રૂપ છે.આવા તમામ દબાણો પર રહેમ નજર અને ખિસ્સા ગરમ થતા હોવાથી ફક્ત હટાવવા ખાતર હટાવાય છે. કેટલાક વાર એવું પણ જોવા મળે છે કે માનીતા દબાણ કર્તા ઓ ને અગાઉ થી જ જાણ કરી દેવા આવે છે અગાઉ જયારે મેયરે લહેરીપુરા વિસ્તાર ના દબાણો હટાવ્યા ત્યારે પણ આવા કિસ્સા ધ્યાન મા આવ્યા હતા. દબાણો હટાવવા અને પાછા દબાણો થવામાં સ્થાનિક રાજકારણ પણ એટલુંજ જવાબદાર છે આમ વડોદરા મહાનગર પાલિકા માટે આ દબાણો માથાના દુખાવા સમાન બની ગયા છે.