National

‘ટોયલેટમાં બેસી રહો, પ્લેન લેન્ડ થવાનું છે’, સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પેસેન્જર સાથે બની વિચિત્ર ઘટના

નવી દિલ્હી(NewDelhi): મુંબઈથી બેંગ્લોર (MumbaiToBangluruFlight) જઈ રહેલી સ્પાઈસ જેટની (SpiceJet) ફ્લાઈટમાં એક વિચિત્ર ઘટના બની છે. આ પ્લેનમાં એક મુસાફરે પોતાની આખી મુસાફરી ટોયલેટમાં (PassengerLockedInFlightToilet) બેસીને કરવી પડી હતી. વાસ્તવમાં પ્લેન ટેકઓફ થયા બાદ તે ટોયલેટમાં ગયો હતો અને લોકમાં ટેક્નિકલ ખામીના કારણે તે અંદરથી લૉક થઈ ગયો હતો.

મુંબઈથી બેંગ્લોર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફર એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે ફ્લાઈટ લેન્ડ થયા પછી જ તે બહાર નીકળી શક્યો. એક કલાકથી વધુ સમયની મુસાફરી દરમિયાન પેસેન્જરે મોટાભાગનો સમય ટોયલેટમાં બેસીને પસાર કરવો પડ્યો. આ ઘટના બાદ હવે સ્પાઈસ જેટે પેસેન્જરની માફી માંગી છે.

પીડિત મુસાફર મંગળવારે મુંબઈથી બેંગ્લોર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ચઢ્યો હતો. બેંગલુરુથી ફ્લાઈટ ટેકઓફ થતાં જ પેસેન્જર ટોઈલેટમાં ગયો હતો. પરંતુ જ્યારે તેણે બહાર જવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો દરવાજો ખૂલ્યો ન હતો. પેસેન્જરે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે કોઈપણ રીતે દરવાજો ખોલી શક્યો નહીં.

જ્યારે અનેક પ્રયાસો બાદ પણ ફ્લાઈટનો દરવાજો ન ખૂલ્યો ત્યારે પેસેન્જરે ક્રૂ મેમ્બર્સને દરવાજો ખોલવાની અપીલ કરી હતી, પરંતુ અનેક પ્રયાસો બાદ પણ તે દરવાજો ખુલ્યો ન હતો. પેસેન્જરને પ્લેન લેન્ડ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઈટ લેન્ડ થયા બાદ ટેક્નિશિયનને બોલાવવામાં આવ્યો અને ઘણી મહેનત પછી દરવાજો કોઈ રીતે ખોલી શકાયો. આ દરમિયાન યાત્રીએ એક કલાકથી વધુ સમય સુધી પ્લેનના ટોયલેટમાં બંધ રહેવું પડ્યું હતું. ફ્લાઈટમાં આ મુસાફરની આખી સફર ટોઈલેટની અંદર જ વીતવામાં આવી હતી.

દરમિયાન ક્રૂ મેમ્બરે ટોયલેટના દરવાજાની નીચેથી એક ચિઠ્ઠી પણ અંદર સરકાવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે અમે દરવાજો ખોલવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. જો કે, દરવાજો ખુલી રહ્યો નથી. ચિંતા કરશો નહીં, થોડીવારમાં પ્લેન લેન્ડ થશે. ત્યાં સુધી કમોડની સીટ બંધ કરો અને તેના પર બેસી રહો. લેન્ડિંગ પછી પ્લેનનો દરવાજો ખૂલતાની સાથે જ એન્જિનિયર આવી પહોંચશે. ચિંતા કરશો નહીં.

સ્પાઈસજેટે નિવેદન જારી કર્યું છે
આ ઘટના બાદ સ્પાઈસ જેટે એક નિવેદન જારી કરીને ખેદ વ્યક્ત કર્યો હતો. એરલાઈને તેના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે સમગ્ર પ્રવાસ દરમિયાન પેસેન્જરને સહાય પૂરી પાડવામાં આવી હતી. એરલાઈને પોતાના નિવેદનમાં આ ઘટનાની જાણકારી પણ આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ મામલો 16 જાન્યુઆરીનો છે. લોકમાં ખામીના કારણે પ્લેનના ટોયલેટનો દરવાજો ખુલી શક્યો ન હતો. એરલાઈને દાવો કર્યો છે કે મુસાફરોને આખી મુસાફરી દરમિયાન મદદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉતર્યા પછી એક એન્જિનિયરે ટોયલેટનો દરવાજો ખોલ્યો.

Most Popular

To Top