કર્ણાટકના બેંગલુરૂમાં ફૂડ ડિલીવરી એપ ( food delivery app)ના ડિલિવરી બોયની મહિલા પર હુમલો (attack on woman) કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ડિલીવરી બોય કામરાજે આખી ઘટનામાં તેનું નિવેદન આપ્યું છે, જેમાં તેણે દાવો કર્યો છે કે યુવતીએ પોતેજ પોતાને ઈજા પહોંચાડી છે.
હકીકતમાં, એક કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ડિલિવરી બોયે તેના ચહેરા પર મુક્કો માર્યો હતો. જે બાદ આ મુદ્દે ભારે વિવાદ થયો હતો.
હવે, ડિલિવરી બોય કામરાજે એક ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું છે કે જ્યારે તે મહિલાના ઘરે પહોંચ્યો ત્યારે તે પેમેન્ટ લેવાની રાહ જોતો હતો. મેં પહેલા તેની પાસે માફી માંગી, કારણ કે જેના કારણે ડિલિવરી થોડીક મોડી થઈ હતી. પરંતુ, તે સતત મોડા આવવા અંગે મારી સાથે ઝઘડો કરી રહી હતી.
ડિલિવરી બોય મુજબ, મહિલાએ તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, તો કંપનીએ તેને જમવાનું પાછું લઈ લેવા કહ્યું હતું. જો કે, છોકરીએ જમવાનું પાછું આપ્યું નોહતું. આ સમય દરમિયાન, જ્યારે તેણે તેને સેન્ડલથી મારવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તે પોતાની જાતને બચાવતો હતો, ત્યારે છોકરીનો હાથ તેના મોં પર જાતે જ અથડાયો અને રીંગના કારણે તેને વાગી ગયું હતું.
ડિલીવરી બોયનું આ નિવેદન પ્રકાશમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા ( social media) પર ફરી એકવાર વિવાદ થયો છે. યુથ અગેન્સ્ટ રેપ વતી, તે ટ્વિટ ( twit) કરવામાં આવ્યું છે કે કંપનીએ ડિલિવરી બોયની વાત સાંભળ્યા વગર તેના પર કાર્યવાહી કરી છે, આવી સ્થિતિમાં, આખી ઘટના વાસ્તવિકતાથી દૂર છે. જેના પછી કંપનીએ જવાબ આપ્યો છે કે અમે અમારા ડિલિવરી બોયના સંપર્કમાં છીએ, ફક્ત પોલીસ તપાસ માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે તેઓ સતત તેની મદદે છે.
કંપનીના સ્થાપક દીપેન્દ્ર ગોયલે પણ આ વિવાદ અંગે નિવેદન જારી કર્યું છે. દીપેન્દ્ર ગોયલે કહ્યું કે ‘અમે ગમે તે રીતે સત્ય સુધી પહોંચવા માંગીએ છીએ. અમે હિતેશા અને કામરાજ બંને સાથે સંપર્કમાં છીએ અને તપાસ પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યા છીએ. ‘દિપેન્દ્ર ગોયલે કહ્યું કે અમે હિતેશાનો તબીબી ખર્ચ આપી રહ્યા છીએ અને બાકી મદદ કરી રહ્યા છીએ. તેમજ કામરાજને પણ સંપૂર્ણ સહાય આપી રહ્યા છે. નિયમ મુજબ કામરાજને હાલ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે કામરાજના તમામ કાનૂની ખર્ચ ઉપાડી રહ્યા છીએ. કામરાજે તેની 26 મહિનાની કારકિર્દીમાં 5000 ડિલિવરી કરી છે, તેનું રેટિંગ 5 માંથી 4.75 સ્ટાર છે. જે ખરેખર શ્રેષ્ઠ છે