વડોદરા: કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુવાધન બાદ હવે સરકારના પ્રતિનિધિઓમાં પણ ફોટો સેશન કરાવવાનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કોઈ વ્યાપારી ધંધાની શરૂઆત, કોઈ બર્થડે પાર્ટી હોઈ કે પછી વિકાસકામોના ખાતમુહૂર્ત કે પછી અન્ય સરકારના કાર્યક્રમો.પરંતુ હવે તો શપથ લેતા પહેલા પણ ધારાસભ્યો એક ખાસ અંદાજમાં ફોટો પડાવતા મોબાઈલમાં કેદ થયા હતા. વિધાનસભાની ચૂંટણી બાદ સોમવારે ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ચૂંટાયેલા ધારાસભ્યો શપથવિધિમાં જોડાવા માટે વિધાનસભાગૃહ ખાતે પહોંચ્યા હતા. ત્યારે વડોદરા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. ડો.મનીષા વકીલ પણ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરે તે પૂર્વે લીલી જાજમથી ઢંકાયેલ દાદરને સ્પર્શ કરી એક અંદાજમાં ફોટો પડાવ્યો હતો.
આ ફોટો કોણે પાડ્યો એ જાણી શકાયું નથી. પરંતુ સવાલો ઉદભવી રહ્યા છે. કેમકે જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા જઈએ તો મુખ પર કંઈ અલગ જ હાવભાવ હોય છે. પરંતુ અહીં તો મહિલા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં પ્રવેશતા સમયે ખાસ ગૃહના દાદરને સ્પર્શ કરી ઉત્સાહી બની ફોટો સેશન કરાવ્યું એ કેટલું યોગ્ય.મહત્વની બાબત છે કે બાળ કલ્યાણ મંત્રાલયમાં અસફળ રહેલા મંત્રી મનીષા બેન વકીલને આ વખતે મંત્રી પદ માટે પસંદગી થઈ ન હતી.એમની 5 વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખીને મંત્રી પદ છીનવાયું હતું.વડોદરાની શહેર વાડી મત વિસ્તારમાં પણ તેમનો વિરોધ કરાયો હતી.
બેનરો લગાડી કેટલાક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.પરંતુ મોદી મેજીકના કારણે જીતેલા ધારસભ્ય એવું સમજી બેઠા છે કે અમારી 5 વર્ષની કામગીરીના કારણે અમે વિજયી થયા છે.પરંતુ લોકોએ મત મોદીને આપ્યો છે.હજુ સુધી ચૂંટાયેલા ધારાભ્યો સમજી શકતા નથી.તાજેતરમાં એક અભિવાદન કાર્યક્રમમાં સિનિયર ધારસભ્ય યોગેશ પટેલે ટકોર કરી હતી કે બધાએ એક જુથ થવું પડશે.પેન્ડિગ કામોને લઈ અવાજ ઉઠાવો પડશે.આ વખતે સંગઠને બે મંત્રીઓને ઘર ભેગા કરી દીધા છે.રાજેન્દ્ર ત્રિવેદીને ટિકિટ ન આપી ઘર ભેગા કર્યા હતા. પરંતુ મંત્રી પદ છીનવીને બીજી વખત મંત્રી પદ ન આપીને એક ઈશારો આપ્યો છે કે સંગઠન તમારી કામગીરીથી સંતુષ્ટ નથી.