SURAT

સુરત પોલીસને લોકોના હેલ્થની પણ ચિંતા છે, ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ્સ પર ગ્રીન શેડ ઉભા કરાયા

સુરત: આકરા ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના લગભગ તમામ જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ છે. સુરત પણ ખૂબ તપી રહ્યું છે. પાછલા ત્રણ-ચાર દિવસથી સુરતનું દિવસ અને રાત્રિનું તાપમાન 42 ડિગ્રીથી વધુ છે. લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે. 24 કલાકમાં સુરતમાં હીટવેવના લીધે 10 લોકોના મોત થયા છે, ત્યારે સુરત શહેર પોલીસ કમિશનરે વાહન ચાલકોને ગરમીથી બચાવવા નવતર પ્રયોગ કર્યો છે.

  • સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત પોલીસની અનોખી પહેલ
  • દરેક ચાર રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી, ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકોને આંશિક રાહત
  • લોકોએ સુરત પોલીસનો માન્યો આભાર, આ મુહિમ આખા દેશમાં લાગુ કરવા માંગ

સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વાહનચાલકોને ગરમીથી બચાવવા માટે મોટા ટ્રાફિક સિગ્નલ્સ પર ગ્રીન શેડ ઉભા કરવામાં આવ્યા છે. જેથી રેડ સિગ્નલ હોય ત્યારે વાહનચાલકો ઉભા રહે ત્યારે લોકોને ગરમી લાગે નહીં. અઠવાલાઈન્સ સહિતના શહેરના મોટા સિગ્નલ પોઈન્ટ પર આ પ્રકારના શેડ બનાવાયા છે, જેના લીધે લોકોએ રાહત અનુભવી છે.

શહેરના 15 જંકશન પર ગ્રીન શેડના મંડપ લગાવાયા: અમિતા વાનાણી, ટ્રાફિક ડીસીપી
સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે, હીટ વેવના પગલે સુરતના શહેરીજનોને ગરમીથી બચાવવા સુરત શહેરના કુલ 15 થી વધારે જંકશન ઉપર મંડપ બાંધવામાં આવેલો છે તેના લીધે ત્યારે વાહન ચાલકો સિગ્નલ નું અમલીકરણ કરે તો એમને તડકામાં ઉભા ના રહેવું પડે અને ગરમીની આડઅસરથી બચી શકાય. સુરતના શહેરીજનોને ટ્રાફિક ના નિયમો બાબતો જાણકારી મળી રહે તેમજ વાહન ચાલકો સ્ટોપ લઈને ઉપર વાહન ઉપર રાખ્યા તેવા વિવિધ ટ્રાફિકને લગતા વિશ્વની જાણકારી એ પબ્લિક એડ સિસ્ટમ દ્વારા તમામ સર્કલ અને ઇન્ચાર્જ પીઆઇઓ આપે છે

સુરત શહેર પોલીસે ટ્રાફિક અવેરનેસ શરૂ કરી
સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ અનેક પ્રકારના અવેરનેસ પ્રોગ્રામ શરૂ થયા છે. જેમાં ટ્રાફિક અવેરનેસ મુખ્ય છે. સુરત શહેરમાં છેલ્લા દસ વર્ષમાં ટ્રાફિકની સમસ્યા પર પોલીસ અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી ત્યારે પોલીસ કમિશનર ગેહલોતે શહેરનો ટ્રાફિક કંટ્રોલરૂમ સીધો પોતાના અંડરમાં લઇ લીધો છે.

તેમાં સવારના અને સાંજના સમયે જ્યારે શહેરમાં ટ્રાફિક વ્યસતતા વધારે હોય છે ત્યારે પોલીસ કમિશનર અશોક ગેહલોત જાતે કંટ્રોલરૂમનો ચાર્જ લીધો છે. શહેરના લોકલ પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારમાં જ્યાં ટ્રાફિકની વિકટ સમસ્યા હોય ત્યા ઉભા રહેવા માટે આદેશ અપાયા છે.

અડધા કરોડના ખર્ચે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લાગુ કરાશે
આવતા થોડા દિવસોમાં પોલીસ કમિશનર ગેહલોત પચાસ જંક્શન પર અડધા કરોડના ખર્ચે પબ્લિક એડ્રેસ સીસ્ટમ લાગુ કરવા જઇ રહ્યા છે. હાલમાં બ્રેડ લાઇનર સર્કલ, અલથાણ, ભાગળ ચાર રસ્તા અને પોલીસ કમિશનર ઓફીસ પર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં સીસીટીવી કેમેરાની સાથે જ લાઉડ સ્પીકર હશે.

કંટ્રોલરૂમમાં બેસેલા અધિકારી જે તે ટીઆરબી કે પોલીસ જવાનને સીધી સુચના આપી શકશે. આ ઉપરાંત વાહનચાલકને પણ ટપારી શકશે. આ માટે શહેરના ઉદ્યોગપતિઓ સાથે પોલીસ કમિશનરે મિટીગ કરી હોવાની વિગત જાણવા મળી છે. હાલમાં પ્રથમ તબક્કામાં પચાસ જેટલા સ્પોટમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે.

ટીઆરબી અને ટ્રાફિક જમાદારોની હરકતો સીધી સ્પીકરથી ટકોર કરી શકાશે
હાલમાં ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનો કામચોરી કરી રહ્યા હોવાની ફરિયાદ છે ત્યારે આવા કિસ્સામાં પીએએસ સિસ્ટમ લાગુ થતા જ ત્વરીત આ લોકો પર કાર્યવાહી કરી શકાશે. આ ઉપરાંત માથાભારે વાહનચાલકો પણ સીધા ઉચ્ચ પોલીસ અધિકારીઓની નજરમાં આવી જશે.

Most Popular

To Top