હંમેશા દરેક સ્વરૂપમાં વાચકોને કશુંક નવું આપવાની પરંપરાને વરેલા ગુજરાત મિત્ર દૈનિકે એની પ્રતીતિ ફરી એકવાર કરાવી છે એની વરસોથી ખેડાતી સાહિત્યિક કટાર ‘ અક્ષરની આરાધના ‘ને નવા યુવા લેખક, કવિ અને વિવેચકના હાથમાં મૂકીને સાહિત્ય રસિકો માટે બહુ મોટું પ્રદાન કર્યું છે. આમાં જે તે પુસ્તકોની સમીક્ષા સાથે કેટલાક નવા પરિમાણ પણ જોવા મળે છે. ‘મિતાક્ષર ‘,વાત પરથી વાત’અને સાહિત્ય ક્ષેત્રના સમાચાર મા ઘણી રસપ્રદ અને ઉલ્લેખનય માહિતી આવવા માંડીછે.ખાસ બાબત એ છેકે હવે તો સોશિયલ મીડિયા પણ સાહિત્ય ક્ષેત્રનો એક ભાગ બની ગયુ છે ત્યારે યુ ટયુબ વગેરે વેબ સાઈટની લીંક પણ સંપાદકશ્રી આપેછે પરિણામે સાહિત્યની ગંગોત્રીમા ઘેર બેઠાં સ્નાન કરી શકાય છે.
સુરત – પ્રભાકર ધોળકીયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘અક્ષરની આરાધના’ વિભાગનું નવું રૂપાંતર
By
Posted on