Comments

રાષ્ટ્ર લોકોથી બને છે

કેટલાક પ્રશ્નો એવા છે જે વિરોધ પક્ષને પૂછવા જોઇએ અને મને ખાતરી છે કે અન્યો તેને આ પ્રશ્નો કરશે જ. જે પક્ષ રાજય અને કેન્દ્રમાં શાસન કરે છે તે ઉત્તરદાયી છે અને તેથી તેને અને આપણું નેતૃત્વ કરનાર માણસને પૂછવા જોઇએ ચૂંટણી પૂરી થઇ ગઇ છે જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે બજરંગ દળપર પ્રતિબંધ એ હનુમાન પર હુમલા સમાન છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને પ્રતિબંધિત કરવાની વાત કરી એટલે મોદીને એવું કહેતા ટાંકવામાં આવ્ય. ‘પહેલાં તેમણે રામને તાળામાં પૂરી દીધા. હવે અનુમાન…’ કોંગ્રેસ કર્ણાટકને ભારતથી અલગ કરવા માંગે છે. તેને માટે વિદેશી સત્તાઓને ચડાવે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હવે કોંગ્રેસનો વિજય થયો ત્યારે મોદીની વાત કોણ માનશે? ખુદ મોદી પણ માનશે કે તેઓ મતદારોના મનમાં ડર પેદા કરવા આ વાત કરતા હતા?

જવાબ કદાચ ‘હા’માં છે. લોકશાહીમાં ચૂંટણી પ્રચાર આવે ત્યારે બધું વાજબી છે અને થોડું અસત્ય અને આક્ષેપબાજી ચાલી જાય અને જવાબ કદાચ ‘ના’માં છે. વડાપ્રધાને જવાબદારીપૂર્વક વર્તવું જોઇએ. તેઓ તેમાં ખરેખર માને છે અને તેઓ કોંગ્રેસને વિરોધી પક્ષ તરીકે નહીં પણ દુશ્મન તરીકે જુએ છે. વડાપ્રધાનથી આવું કહી શકાય? આ વાત ખૂબ ગંભીર છે અને જતી કરી શકાય તેવી નથી. કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષ માટે ઘડતરનું કામ કરનારા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો યેદુરપ્પા અને શેત્તાર જેવા નેતાઓને ચૂંટણી પહેલાં બાજુપર મૂકી દેવામાં આવ્યા. યેદુરપ્પાએ એકથી વધુ વાર કહ્યું છે કે હિજાબ અને લવ જિહાદ જેવા મુદ્દાઓ ઉપાડવામાં હું ભરતીય જનતા પક્ષને ટેકો નથી આપતો.

તેમણે આ શાસકીય મુદ્દો હોવાને કારણે પોતાને વાંધો હોવાનું કહ્યું નથી પણ તેવું હોઇ શકે. તેઓ લોકોના એક માનવી તરીકે પોતાના પક્ષને સાચા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહી રહ્યા હતા. વડાપ્રધાને ઉત્તર ભરતના ભારતીય જનતા પક્ષના રાજકારણમાં જૂની પેઢીને અભેરાઇએ મૂકી નવા યુવાન અને બહુમતવાદને ચગાવનારા નેતાઓમૂકયાઅને પરિણામ આપણી નજર સામે છે. મોદીની સૂચનાથી નહીન પણ મોદીની મંજૂરીથી ભારતીય જનતા પક્ષે આ કામ કર્યું હોય તો જવાબદારી કોની? આ ઐતિહાસિક ઘટના છે કે વડાપ્રધાનની ઝુંબેશવાળી પ્રચાર ઝુંબેશ છતાં પક્ષનો પરાજય થયો.

કન્નડિગા ગૃહિણી અને કામદારો ઘરેલુ ફૂગાવાથી પીડિત એક માત્ર ભારતીય નથી અને ગેસના બાટલાના ભાવ મૈસુર, મેંગલોર, અમદાવાદ, પટણા અને શ્રીનગરમાં અલગ અલગ નથી. 2018ના અંતથી 6 ટકાના દરે પહોંચેલી બેરોજગારી ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં સરખી જ છે. શાસન વિરોધી લોકમત ભારતીય જનતા પક્ષનો માત્ર કર્ણાટકમાં જ માથાનો દુ:ખાવો નથી. ભ્રષ્ટાચારનો મુદ્દો માત્ર કર્ણાટકમાં જ ભારતીય જનતા પક્ષની વિરુધ્ધમાં નથી. અદાણી પ્રકરણ જાણીતું છે. સવાલ એ છે કે કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષની વિરુધ્ધમાં જે મુદ્દા ગયા તે એક વર્ષમાં અદૃશ્ય થઇ જશે? કદાચ!

ધૃવીકરણ સાથે નહીં જોડાયા હોય અને ભાગલા પડાવનારા યુવા લોકોના મગજમાં અગ્રતા ભોગવતા હતા? અગર જવાબ ‘હા’માં હોય તો તે સીમાંત હોય અને /અથવા તે નકારાત્મક રીતે વિચારાયા હતા? આવું જ હોય તો તેનું પ્રતિબિંબ આપણા પત્રકાર જગત રજૂ કરે, રાજકીય રીતે ચર્ચા થાય, વ્હોસએપ અને અન્ય સોશ્યલ મિડીયામાં તેની ચર્ચા થાય, અરે આપણા ઘરમાં પણ જમતા જમતા ચર્ચા ભાય તો વધુ સારું. કોઇ પણ રાષ્ટ્ર તેના રાજકીય પક્ષ કે તેના નેતાઓથી નથી બનતું! લોકો તેનું નિર્માણ કરે છે અને રાજકારણ એ નથી જે થોડા લોકો ખેલે છે પણ લોકો કેવી રીતે પ્રતિભાવ આપે છે તે રાજકારણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top