દુનિયાભરમાં આવી ઘણી વિચિત્ર ઘટનાઓ બની રહી છે, જેમાંથી તમે સંપૂર્ણ અજાણ છો. કેટલીક બાબતોને જાણ્યા પછી, તમે વિશ્વાસ પણ કરી શકતા નથી કે આ કેવી રીતે શક્ય છે. હા, અમે તમને આવી જ કેટલીક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દુનિયામાં એક એવું ગામ પણ છે જ્યાં છેલ્લા 10 વર્ષથી કોઈ છોકરાનો જન્મ થયો નથી.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, છેલ્લા એક દાયકાથી પોલેન્ડના મિજેકસ ઓડ્રઝનસ્કી (miejsce odrzanskie ) ગામમાં કોઈ છોકરાનો જન્મ થયો નથી. જેને કારણે અહીંના મેયરે ઘોષણા કરી દીધી છે કે જો કોઈના ઘરે પુત્રનો જન્મ થાય છે, તો તેને ઇનામ આપવામાં આવશે. આ ગામ વિશે જાણ્યા પછી, વૈજ્ઞાનિકો આ સ્થાનની તપાસ કરવા માગે છે. એટલું જ નહીં, પત્રકારો અને ટેલિવિઝનના લોકો પણ આ પોલિસ ગામની વિચિત્ર વસ્તી વિશેના જવાબો શોધી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગામમાં લગભગ 300 લોકોની વસ્તી છે. આ ગામનો મામલો પોલિશ મીડિયામાં પ્રકાશમાં આવ્યો જ્યારે ફાયર ફાઇટર્સના યુથ સ્વયંસેવકો માટેની પ્રાદેશિક સ્પર્ધા દરમિયાન આખી ટીમ છોકરીઓની જ હતી.
તે પછી, મેયર ક્રિસ્ટીના ઝિડઝિયાકે કહ્યું, ‘મિજેસક ઓડ્રઝનસ્કી ગામની પરિસ્થિતિ થોડી વિચિત્ર અને હાથની બહાર છે. સીસેક સમુદાયના મેયર રાજમંડ ફ્રીશ્કોએ જણાવ્યું હતું કે કેટલાક વૈજ્ઞાનિકોએ અહીં માત્ર છોકરીઓ કેમ જન્મે છે તેની તપાસ કરવામાં રસ દાખવ્યો છે. વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે. આટલું જ નહીં, આ ગામમાં છોકરાના જન્મ માટે શું કરવું જોઈએ તે અંગે વિશ્વભરના નિષ્ણાંત તબીબોને બોલાવવામાં આવી રહ્યા છે. આ મામલે હજી સંશોધન ચાલી રહ્યું છે
હવે આ મામલો આખા ગામ અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય છે. દરેકના મગજમાં એક જ સવાલ છે કે આ ગામમાં માત્ર છોકરીઓ જ કેમ જન્મે છે. કેટલાક લોકો કહે છે કે આ રહસ્યને હલ કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જો કે, આજદિન સુધી કોઈ સફળતા મળી નથી. આટલું જ નહીં, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, કદાચ ભૂતકાળમાં છોકરીઓના માતાપિતા વચ્ચે સંબંધ હશે, એટલે કે બંને એક બીજાના સગાં પણ હોઈ શકે છે. જો કે, આ અંગે સંશોધન સતત ચાલી રહ્યું છે.