SURAT

દોઢ માસ બાદ શહેરમાં કોરોનાના 500 થી ઓછા કેસ નોધાયા

surat : શહેરમાં માર્ચ માસથી કોરોના ( corona) નું સંક્રમણ વધવા લાગ્યું હતું. એક સમયે અત્યંત કાબુમાં આવી ગયેલું સંક્રમણ બીજી લહેરમાં ખુબ જ વધ્યું હતું. એપ્રિલ માસની શરૂઆતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ ( record break case) નોંધાવવાના શરૂ થયા હતાં. કોરોનાની પહેલી લહેરમાં શહેરમાં વધુમાં વધુ 250 જેટલા કેસ 24 કલાકમાં નોંધાતા હતા. પરંતુ બીજી લહેરમાં આ આંક ધીરે ધીરે વધવા લાગ્યો હતો. શહેરમાં પહેલી એપ્રિલે કોરોનાના કેસ 464 નોંધાયા હતા. અને ત્યારબાદ આ આંકમાં સતત વધારો થતો ગયો હતો. અને ત્યારબાદ 1000, 1500, 2000 અને સૌથી વધુ 24 મી એપ્રિલે 2361 કેસ શહેરમાં નોંધાયા હતા. પરંતુ ત્યારબાદ સંક્રમણમાં ધીરે ધીરે ઘટાડો થતો ગયો હતો. અને હવે શહેર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ ચુક્યું છે. અને હવે છેક દોઢ માસ બાદ શહેરમાં 500 થી ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. શહેરમાં એક એપ્રિલ બાદ 16 મી મે એ શહેરમાં પોઝિટિવ ( positive cases) દર્દીઓનો આંક 482 નોંધાયો છે.

શહેરમાં 500 થી 2300 અને ત્યારબાદ ફરી 500 કેસ ક્યારે નોંધાયા?
તારીખ કેસની સંખ્યા
1-4 454
11-4 1087
15-4 1551
23-4 2176
24-4 2361
2-05 1494
6-05 1039
16-05 482


સુરતમાં બરોડા કરતા પણ ઓછા કેસ નોંધાયા
સુરતની સરખામણીએ બરોડા શહેરની વસતી ઘણા ઓછી છે. પરંતુ બરોડામાં સુરત કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરત શહેર કોરોનાની બીજી લહેરમાંથી ખુબ જ ઝડપથી પસાર થયું છે. અને હવે શહેરમાં કોરોનાનો પોઝિટીવીટી રેટ ( positivity rate) ઘટીને 2.80 ટકા પર આવી ગયો છે. શહેરમાં રવિવારે 482 પોઝિટિવ દર્દી નોંધાયા હતા જ્યારે બરોડામાં સુરત કરતા વધારે 519 પોઝિટિવ દર્દી નોંધાયા હતા.

સંક્રમણમાં સતત ઘટાડો: 24 કલાકમાં નવા માત્ર 482 પોઝિટિવ દર્દી નોંધાયા
શહેરમાં કોરોના ( corona) ના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરના પીક સમયમાં પ્રતિદિન 2000 થી પણ વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યાં હતાં. જેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે અને હવે શહેરમાં પ્રતિદિન 500 થી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. રવિવારે શહેરમાં નવા 482 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 105976 પર પહોંચ્યો છે. તેમજ વધુ 7 મોત સાથે કુલ મૃત્યુઆંક 1558 પર પહોંચ્યો છે. રવિવારે શહેરમાં વધુ 690 દર્દીઓ સાજા થયા હતા અને રીકવરી રેટ વધીને 93.42 ટકા પર પહોંચ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ
સેન્ટ્રલ 33
વરાછા-એ 35
વરાછા-બી 37
રાંદેર 134
કતારગામ 57
લિંબાયત 31
ઉધના 30
અઠવા 12

Most Popular

To Top