SURAT

સુરતમાં ‘મની હેસ્ટ’ વેબસિરીઝની સ્ટાઈલમાં કરોડોના હીરાની લૂંટ

સુરત (Surat) : શહેરમાં થયેલી આંગડિયાની (Angadiya) સવા છ કરોડના ડાયમંડની લૂંટની (Diamond Robbery) મોડસ ઓપરેન્ડી (Modes Operandi ) તે મની હીસ્ટ (Money Heist) વેબ સીરીઝની (Web Series) કોપી કરીને કરવામાં આવી હોવાની વિગત પ્રકાશમાં આવી છે. તેમાં મુખ્ય સૂત્રઘાર પ્રમોદે આ ધાડ કરવા માટે એવા લોકોને પસંદ કર્યા કે જેઓ એક બીજાને ઓળખતા જ ના હોય. પ્રમોદે તેની સાથે જેલમાં રહેલા મોહમદ અલાદીન ખાન (ઉ. વર્ષ 42)ને પસંદ કર્યો હતો.

આ ઉપરાંત તેના ગામમાં રહેતા અન્ય આરોપી રાહુલ ઉત્તમ વાઘમારે (ઉ. વર્ષ 30 ),રાજકુમાર ગીરધારી (ઉ. વર્ષ 40) તથા જિતેન્દ્ર ઉર્ફે બદ્રીનાથ તિવારી તેના નજદીકના મિત્રો હતા. આ ચારેય ઇસમ એક બીજાને ઓળખતા નહીં હતા. દરમિયાન લૂંટમાં કરોડોના હીરા મળવાના હોવાની વિગતોથી વાકેફ પ્રમોદ ઉર્ફે પમ્યા વાણીયા (ઉ. વર્ષ 40) તે અગાઉ પણ સંખ્યાબંધ લૂંટ અને ધાડમાં સંડોવાયેલો છે.

સૂત્રધાર પ્રમોદે વેબસીરીઝ મની હીસ્ટમાં જે ઓપરેન્ડી લૂંટમાં વાપરવામાં આવે છે તે ઓપરેન્ડીથી લૂંટ કરી હતી. તેમાં લૂંટ કરનારા એક બીજાને ઓળખતા નહીં હતા. આ કિસ્સામાં પણ તમામ લોકોને એક જ લોકેશન પર બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ આ તમામ લોકો જેઓ એક બીજાને ઓળખતા ન હતા તેઓએ પ્રમોદના કહેવા પર લૂંટને અંજામ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સરથાણા ખાતે થયેલી આ લૂંટમાં ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓ વલસાડ ટોલનાકા પાસેથી પકડાઇ ગયા હતા. તેમાં ગુજરાત આંગડિયા સર્વિસ દ્વારા જીપીએસ ટ્રેકર મૂકવામાં આવતા આરોપીઓ આબાદ પકડાયા હતા. દરમિયાન તમામ આરોપીઓ સામે ચારથી પાંચ જેટલા ગુના નોંધાયેલા છે.

આ આરોપીઓએ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ લૂંટને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. દરમિયાન પોલીસે 4.58 કરોડના હીરા તથા પાંચ લાખની ઇકો કાર અને 25,000ની રિવોલ્વર પોતાના કબ્જામાં લીધી છે.

Most Popular

To Top