SURAT

સુરતમાં હચમચાવનારી ઘટના: એક જ દોરી પર લટકી પ્રેમી-પ્રેમીકાએ આપઘાત કર્યો

સુરત: શહેરના પુણા વિસ્તારમાં રવિવારે રાત્રે હચમચાવી દેનારી ઘટના બની છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પરિણીત પ્રેમી અને અપરિણીત પ્રેમિકા એક જ હુકમાં દોરી બાંધી દોરીના બે છેડે લટકી જીવન ટુંકાવી દીધું છે. આપઘાત કરતા પહેલાં યુવકે હુકમાં દોરી બાંધી હોય તેવો ફોટો પોતાની બહેનને મોકલ્યો હતો.

  • પુણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની
  • રાજસ્થાનના પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો
  • અપરિણીત પ્રેમિકા અને પરિણીત પ્રેમીનો કરૂણ અંજામ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના અને શહેરના પુણા વિસ્તારમાં બીવી પાર્ક સોસાયટીમાં રહેતા હુકમસિંહ અમરસિંહ ચુડાવતે આપઘાત કરી લીધો છે. હુકમસિંહનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. તેના 16 વર્ષ પહેલાં લગ્ન થયચા હતા. તેને બે સંતાન પણ છે. દરમિયાન અઢી વર્ષ પહેલાં હુકમસિંહને એક રિલેટીવની દીકરી અનમોલ સાથે પ્રેમ થયો હતો.

અનમોલ અપરિણીત હતી. બંને જણા એક મહિના પહેલાં રાજસ્થાનથી ભાગી સુરત આવ્યા હતા. હુકમસિંહ રાજસ્થાનમાં મોબાઈલની દુકાન ચલાવતો હતો. તેમજ સુરતમાં લોટ દળવાની ઘંટીનો ધંધો શરૂ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. બંને જણા રાજસ્થાનથી ભાગી જતા પરિવારે સંબંધ તોડી દીધો હતો. હુકમસિંહ બહેનના સંપર્કમાં હતો. દરમિયાન ગઈ રાત્રિએ હુક સાથે દોરી બાંધી પ્રેમીપંખીડાએ આપઘાત કરી લીધો હતો.

હુકમસિંહની એક બહેન અને જીજાજી સુરતમાં જ રહે છે. તેમને જાણ થતાં તેઓ હુકમસિંહના ઘરે પહોંચ્યાં હતાં. ત્યાં દરવાજો ખખડાવવા છતાં કોઈએ ખોલ્યો નહોતો. આથી પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા હુકમ અને અનમોલ બાંધેલી દોરીના બંને છેડે લટકતા હોવાનું સામે આવ્યું હતું.

બંનેના મૃતદેહને નીચે ઉતારીને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને હુકમસિંહના પરિવારના નિવેદન પણ નોંધ્યા છે. જ્યારે અનમોલના પરિવારને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. હુકમસિંહના મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવશે. જ્યારે અનમોલના મુદ્દે એના અંગે પરિવારના જણાવ્યા જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top