બંકિમચંન્દ્ર ચટ્ટોપાધ્યાયે ૧૫૦ વર્ષ પહેલાં ૧૮૭૦માં પોતાની ધારાવાહિક નવલકથા ‘આનંદમઠ’માં વંદેમાતરમ્ ગીતની રચના લખી હતી. વંદેમાતરમ્ એક ગીત નથી, પરંતુ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો આત્મા છે. રવીન્દ્રનાથ ટાગોરે ૧૮૯૬ની કલકત્તામાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં પ્રથમવાર સાર્વજનિક રીતે આ ગીત ગાયું હતું. ભારતની બંધારણ સભા દ્વારા ૧૯૫૦માં તેને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ગીતે લાખો દેશભક્તોને પ્રેરણા આપી હતી અને રાષ્ટ્રના હ્રદયમાં દેશભક્તિની ભાવના જગાડી હતી. સ્વતંત્રતાની લડત માટે આ ગીત એક શક્તિશાળી શસ્ત્ર બની ગયું હતું. તે સ્વાતંત્ર્ય સેનાઓની એકતા વધારવા માટે ઉપયોગી બન્યું હતું. આ રાષ્ટ્રગીત સામુહિક ચેતનાઓનું પ્રતિક છે! મુસ્લિમલીગના નેતા ઝીણાએ સૌપ્રથમ ૧૫ ઓક્ટો. ૧૯૩૭ના રોજ લખનૌથી વંદેમાતરમ્ ગીતનો વિરોધ કર્યો હતો. તેથી ૧૯૩૭ની ૨૬મી ઓક્ટોબરે દુર્ભાગ્યવશ વંદેમાતરમ્ ગીતના ટુકડા કરવામાં આવ્યા. ભારત સરકારે આ રાષ્ટ્રગીતની ૧૫૦મી વર્ષગાંઠ ઊજવવાનું નક્કી કર્યું!
યુ.એસ.એ. -ડૉ. કિરીટ એન. ડુમસિયા