Bharuch

સાગબાળા તાલુકાનાં બેડાપાણી ગામે માનવભક્ષી દીપડો આખરે પકડાયો, કોલવણનો દીપડો હજી ફરાર

સાતપુડાની તળેટી વચ્ચેના સાગબારા તાલુકામાં બે જગ્યાએ દીપડાનો હુંમલો…!!!

સાગબાળા(ભરુચ),તા. 8જૂન 2025 |
સાતપુડા પર્વતમાળા વચ્ચે તાલુકાના કોલવણ અને બેડાપાણી ગામે માનવભક્ષી દીપડાનાં હુમલા બાદ વનવિભાગની ટીમ હરકતમાં આવી છે.SOUનાં કેવડીયા જંગલમાં સફારી તેમજ માહી વાઈલ્ડ લાઈફ ટીમો સહીત 70 જેટલા વન વિભાગના કર્મચારીઓ રાત-દિવસ ઉજાગરા કરીને એકશનમાં આવ્યા છે.બેડાપાણી ગામે ભારે મહેનત પછી દીપડો પકડાઈ ગયો છે.

રાજ્યના પૂર્વભાગમાં છેલ્લો તાલુકો સાગબારામાં આવેલ કોલવણ ગામે દીપડાએ 9 વર્ષની માસુમ દીકરીને ફાડી ખાધા બાદ અને સાથે જ બેડાપાણીમાં ઘરમાં ઘૂસીને દીપડાએ મહિલાનાં કાન કરડી ખાતા આખો વિસ્તાર ભયથી ફફડી ઉઠ્યો હતો.માનવભક્ષી દીપડો માસૂમ બાળકોને પોતાના ખોરાકનો શિકાર બાનવતો હતો.

જેને લઈ પરિવારજનોમાં ચિંતાજનક સ્થિતિ બની હતી.સાગબારા તાલુકાની બે ઘટના બાદ માનવભક્ષી દીપડાને પકડી પાડવા વન વિભાગે ટ્રેપ કેમેરા અને પાંજરા પણ મૂકી દીધા હતા.

બેડાપાણી ગામે દીપડાને પકડવા માટે વન વિભાગનો સ્ટાફ અને ગ્રામજનોએ ભેગા મળીને હુમલાખોર દીપડો બે વખત દેખાતા તેને પકડવા માટે દોડતું થઇ ગયું હતું.જો કે દીપડો શેરડી ખેતરમાં ભરાઈ ગયો હતો. રાતનો સમય હોવાથી વન વિભાગે બેટરીની લાઈટો,ગ્રામજનો લાકડીના સહારે અને જાળ બિછાવી ખેતરને કોર્ડન કર્યું હતું.ભારે મહેનત પછી આખરે દીપડો પકડાઈ પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હજુ કોલવણ ગામે 9 વર્ષની બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો હજી પકડાયો નથી. આ માનવભક્ષી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દીધા છે.ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં લગભગ 1000 ગામોમાં દીપડાઓનો પડાવ છે.આ માનવભક્ષી દીપડાઓ ખોરાકનાં અભાવે માસુમ બાળકોને નિશાન બનાવે છે.દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં તે ખોરાકની શોધમાં માનવ વસવાટ તરફ આવે છે.

નર્મદાના DFO અભયકુમારે જણાવ્યું હતું કે, સાગબારા તાલુકાના બે જગ્યાએ માનવભક્ષી દીપડાએ હુમલો કરતા અમારું તંત્ર કામે લાગી ગયું હતું .દીપડાને પકડવા માટે કેવડીયા સફારી પાર્ક અને બનાસકાંઠાથી વિશેષ ટીમ બોલાવીને કામે લાગી ગઈ ગઈ હતી .દીપડાની અવરજવર,ફ્રુટ પ્રિન્ટ અને મળ-મૂત્ર દ્વારા પગેરું મેળવવામાં ટીમ સક્ષમ બની છે. ટીમ ટ્રાન્ક્વીલાઈઝર ગન સહીત આધુનિક હથીયારો સાથે નાઈટ વિઝન કેમેરાથી સજ્જ હતી.

વધુમાં, DFOએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો 43 ટકા વન આચ્છાદિત વિસ્તાર ધરાવે છે.જેમાં દીપડાને પકડવી પાડવા માટે આખી ટીમ કામે લાગી છે.દીપડો આમ તો સાંજે 6થી રાત્રે 8 વાગ્યા સુધીમાં મુવમેન્ટ કરતો હોય છે.માત્ર એક જ રાતમાં દીપડો લગભગ 50થી 60 કિમીનું અંતર કાપે છે.મુવમેન્ટ માટે કેમેરા અને ત્રણ કિમી વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખી રહ્યા છે.જો કે દિન પ્રતિદિન દીપડાની વસ્તી વધતા ખોરાકની શોધમાં માનવ વસવાટ તરફ આવી રહ્યા છે.

Most Popular

To Top