નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (UP) ગાઝિયાબાદમાં (Gaziabad) એક મોટી ઘટના બની છે. અહીં અજાણ્યા હુમલાખોરોએ કોર્ટમાં (Court) ઘૂસીને વકીલની હત્યા (Lawyer Murder) કરી દીધી છે. વકીલ પોતાની ચેમ્બરમાં બેઠા હતા ત્યારે હુમલાખોરો અંદર ઘુસી ગયા હતા. મર્ડરની જાણ થતાં જ કોર્ટમાં ભયનો માહોલ ફેલાયો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના સિહાનીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં વકીલો પોતાની ચેમ્બરમાં બેઠા હતા. દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ચેમ્બરમાં ઘૂસીને વકીલને ગોળી મારી દીધી હતી. જેના કારણે વકીલ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ જ્યારે લોકોએ જોયું કે વકીલની હત્યા કરવામાં આવી છે, ત્યારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
ચેમ્બરની અંદર વકીલની હત્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. લોકોએ તાત્કાલિક પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અધિકારી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. વકીલ તેમની ચેમ્બરમાં બેઠાં હતા ત્યારે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. પોલીસે ઘટના અંગે નજીકના લોકોની પૂછપરછ કરી હતી. હુમલાખોરોને શોધવા માટે પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહી છે.
વકીલની ચેમ્બરમાં ઘુસીને ગોળીબાર કરીને હત્યા કરતાં અન્ય વકીલોમાં રોષ ફેલાયો છે. વકીલની હત્યાથી સદર તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. ગુનો કર્યા પછી હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. તેની શોધખોળ ચાલી રહી છે.
આ કેસમાં ગાઝિયાબાદના ડીસીપી નિપુણ અગ્રવાલે કહ્યું કે બપોરે લગભગ 2.00 વાગ્યે એડવોકેટ મોનુ ચૌધરી ઉર્ફે મનોજ ચૌધરી તેમની ચેમ્બરમાં બેઠાં હતાં ત્યારે બે અજાણ્યા હુમલાખોરો ત્યાં જઈ ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.