Entertainment

સલમાન ખાન વિરૂદ્ધ કેસ લડી રહેલા વકીલે કોન્સ્ટેબલને કારથી ઉડાવી દેતા મોત

રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur)માં એક કારે ફરજ હાજર પોલીસ કોન્સ્ટેબલ(Police Constable)ને કચડી(Crushed) નાખ્યો હતો. બચવા માટે પોલીસકર્મી ડિવાઈડર પર પણ ચઢી ગયા હટા, પરંતુ તેમ છતાં તેઓ બેકાબૂ કારની અડફેટે આવી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે કાર ચલાવતા વકીલ(Advocate)ની ધરપકડ(Arrest) કરી છે. આ એ જ વકીલ છે જે કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમાજ વતી બોલિવૂડ અભિનેતા સલમાન ખાન(Salman Khan) વિરુદ્ધ કેસ લડી રહ્યા છે.

કાર સીધી બેરિકેડ સાથે અથડાઈ
એસએચઓ સુમેરદાન ચારણે જણાવ્યું કે, કુડી ભગતાસણી પોલીસ સ્ટેશન વિસ્તારના નાકા નંબર-3 પર રાત્રિના સમયે ફરજ પર રહેલા કોન્સ્ટેબલ રમેશ સરન ડિવાઈડર પાસે ઉભા હતા. આ દરમિયાન 120ની સ્પીડથી દોડતી કાર બેકાબૂ બની હતી અને ડિવાઈડર કૂદી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર ASI કનારામે જણાવ્યું કે આ ઘટના લગભગ 11.40 વાગ્યે બની હતી. નાકા નંબર ત્રણ પર તૈનાત અમારા સાથી કોન્સ્ટેબલ રમેશ સરન ટોર્ચ લઈને ડ્યુટી કરી રહ્યા હતા અને ડિવાઈડર પાસે ઊભા હતા. તેની સામે એક આડશ હતી. આ દરમિયાન તેજ ગતિએ આવી રહેલી કાર સીધી બેરિકેડ સાથે અથડાઈ હતી, જેના કારણે રમેશ નીચે પડી ગયો હતો અને પછી કાર તેની ઉપર ચડીને ડિવાઈડર પર પડી હતી.

આરોપી વકીલે જ પોલીસને અકસ્માતની જાણ કરી
અકસ્માત સ્થળ પર તૈનાત પોલીસકર્મીઓ જલ્દીથી ઘાયલ રમેશને એઈમ્સમાં લઈ ગયા હતા. જ્યાં તેના માથા, કરોડરજ્જુ સહિત અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી હોવાનું પુષ્ટિ મળી હતી. એઈમ્સના ડૉક્ટરોએ રાતે ઘણી કોશિશ કરી, પણ રમેશને નહિ બચાવી શક્યા. કાર ચલાવી રહેલા એડવોકેટ મહિપાલ વિશ્નોઈએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કેટલાક અધિકારીઓ એઈમ્સ પહોંચ્યા. રમેશના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. શનિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પોલીસ કોન્સ્ટેબલની યાદમાં ચલાવશે અભિયાન
કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાન સામે ચાલી રહેલા કેસમાં બિશ્નોઈ સમાજ વતી વકીલ મહિપાલ બિશ્નોઈ કાર ચલાવી રહ્યા છે. હાલ આરોપી એડવોકેટ મહિપાલ વિશ્નોઈની હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ DCP પશ્ચિમ જોધપુર ગૌરવ યાદવે કહ્યું કે નાકાબંધી દરમિયાન શહીદ થયેલા અમારા દિવંગત સાથી રમેશની યાદમાં શનિવારથી સાત દિવસીય (6 થી 12 ઓગસ્ટ સુધી) ઓવર સ્પીડ અને નશામાં ડ્રાઇવિંગ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવશે. એસએચઓ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને મહત્તમ પગલાં લેશે. આવા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

Most Popular

To Top