ભારતનાં લાખો ગામોનાં બાળકો શિક્ષણ પ્રાપ્તિ અર્થે ભારે મુશ્કેલી વેઠે છે, નદીમાં તરીને જવું પડે, હોડીમાં બેસીને જવું પડે કે વાંસના કામચલાઉ જોખમી પુલ પરથી પસાર થવું પડે છે. વૈભવ-વિલાસ અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા રાજનેતાઓ સંવેદનાહીન થઈ તે વાસ્તવિકતાની ઉપેક્ષા કરે છે. ધાર્મિકતામાં ડૂબેલી શહેરી પ્રજા પણ ધ્યાન આપતી નથી. રાજનેતાઓને તો માત્ર મત મેળવવાની જ લાલચ રહે છે, ત્યારે જાપાનના છેવાડાનાં ગામો, મોટા ગામો કે શહેરો તરફ જતા ન હતા, હવામાન, ગરીબી, નિરક્ષરતામાં મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયા હતા ત્યારે માંડ એક ટ્રેન એક જ ટ્રેક પર દિવસોમાં એક જ વાર આવ-જા કરતી હતી. ટ્રેનયાત્રીઓની કમી હતી.
રેલ્વેના ખાનગીકરણ થયા પછી રેલ કંપનીએ ન છૂટકે અંતરિયાળ ગામોનાં રેલ્વે સ્ટેશનો બંધ કરતા વિચાર્યું, પણ તેની અસર ગામવાસીઓ પર કેવી થાય તે જાણવાની તકેદારી પણ લીધી, જાણવા મળ્યું કે ગરીબ-પછાત એક વિદ્યાર્થિની માટે રેલ્વે સેવા બંધ થઈ જશે! હજી ત્રણ વર્ષ કોલેજ શિક્ષણ મેળવવા તે આતુર હતી. રેલ્વે કંપનીએ જણાવ્યું કે દેશ માટે ગૌરવની વાત છે કે આવા ગરીબ, પછાત ગામની એક વિદ્યાર્થિની વિપરીત સંજોગોમાં ય હાઈસ્કૂલ શિક્ષણ પૂર્ણ કરી કોલેજ જવા ચાહે છે. આથી અમે અમારો નિર્ણય બદલી બીજા ત્રણ વર્ષ સુધી રેલ્વે સેવા આવકને ધ્યાનમાં લીધા વિના ચાલુ જ રાખીશું. ક્યુ-શીરાટાકી ગામની તે એક વિદ્યાર્થિનીને રેલ્વે સેવા મળતી રહેશે. અંત્યોદયની ભાવના સાથે દેશના એક એક નાગરિક માટેની સંવેદના ખાનગી રેલ કંપનીઓ દર્શાવી.
ઝાંપાબજાર, સુરત- યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.