SURAT

VIDEO: સચીનની ડાઈંગ મિલમાં આગ લાગ્યા બાદ ધડાકા થતાં લોકો ગભરાયા

સુરત: સુરતની સચીન જીઆઈડીસીમાં ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. સચીન જીઆઈડીસીમાં આવેલી સ્નેહા ફેશન ડાઈંગ મિલમાં (Fire In Sachin GIDC Sneha Fashion Dyeing Mill) આજે શુક્રવારે બપોરે આગ લાગી હતી. આ આગને પગલે મિલમાં કામ કરતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ વિકરાળ હોય સુરતના ચાર ફાયર સ્ટેશનથી કાફલો દોડ્યો હતો. તે ઉપરાંત સચીન નોટિફાઈડ, ઓએનજીસી, રિલાયન્સ સહિતની હજીરામાં કાર્યરત કંપનીમાંથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ સચીન દોડી ગઈ હતી. આગ ખૂબ જ વિકરાળ હોય ફાયરના જવાનોએ આગને ઓલવવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

આગ લાગ્યા બાદ મિલની અંદર એક પછી એક અનેક ધડાકા થતા લોકો ગભરાઈ ગયા હતા. કારીગરો જીવ બચાવવા માટે મિલની બહાર દોડી ગયા હતા. મિલની બહાર રસ્તા પર મોટી સંખ્યામાં ટોળું ભેગું થઈ ગયું હતું. મિલમાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ દ્વારા લગભગ એક કલાકની જહેમત બાદ આગ ઓલવવામાં આવી હતી. આગ ઓલવ્યા બાદ પણ કુલિંગની કામગીરી લાંબો સમય સુધી ચાલુ રહી હતી. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંકલેશ્વર જીઆઈડીસીની નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીના નિર્માણાધીન પ્લાન્ટમાં ભીષણ આગ
ભરૂચ,અંકલેશ્વર: ગઈકાલે ગુરુવારે તા. 2 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર GIDCમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. અહીં નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. જ્યાં કંપનીનાં યુનિટ-3નું બાંધકામ ચાલી રહ્યું છે. નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીના નિર્માણાધિન યુનિટ-3માં સાંજે કુલિંગ ટાવરમાંથી ધુમાડો દેખાયો હતો. જેથી દોડધામ મચી ગઇ હતી. હજી નવું યુનિટ બની રહ્યું હોવાથી કારીગરો સિવાય કોઈ કામદારો નહીં હોવાથી કોઈ નુકસાની કે જાનહાનિ થઈ નથી. કુલિંગ ટાવરની અંદર લાગેલી આગની જાણ DPMCના ફાયર ફાઈટરોને કરાતાં 3 ફાયર ટેન્ડર સ્થળ ઉપર દોડી ગયા હતાં. ગણતરીના સમયમાં જ એક ફાયર ટેન્ડરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. કુલિંગ ટાવરમાં કયાં કારણોસર આગ લાગી તેની વિગતો બહાર આવી ન હતી. જો કે, ટાવરમાં લાકડાંને લઈ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી કાબૂમાં લેતાં સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો.

Most Popular

To Top