મારા પિતાના એક મિત્ર બીમાર થયા. મિત્રના પિતા બીમાર છે તેની અન્ય મિત્રોને પણ ખબર પડી. તેમણે મને પૂછયું, આપણે હોસ્પિટલ તેમની ખબર જોવા જઈશું ને, મેં કહ્યું, ના હું ખબર જોવા જતો નથી, કદાચ તેને મારો આ જવાબ ગમ્યો પણ નહીં અને સમજાયો પણ નહીં હોય, પણ મારા ઉત્તમ શિક્ષક અનુભવ રહ્યો છે, આમ તો માણસે અનુભવમાંથી શીખવાનું હોય છે, પરંતુ મોટા ભાગે અનુભવમાંથી માણસ નકારાત્મકતા શીખે છે, તેને થયેલા કડવા અનુભવને કારણે તેને લાગે છે દુનિયા ખરાબ છે અને તમામ માણસો દગાખોર છે, જીવનનો એક તબકકો એવો છે કે માણસનું જીવન આવી નકારાત્મકતાથી ખીચોખીચ ભરાઈ જાય છે, જે આખરે તેને જ ખતમ કરે છે. આ જ પ્રકારના અનુભવો મને પણ થયા છે, હું રોજ મારા જીવનમાંથી શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરું છું, સ્કૂલમાં હતા ત્યારે પેન્સીલથી લખતા હતા, અને ભૂલ પડે તો રબરથી ભૂંસી ફરી લખતા હતા. આ પ્રેકટીસ,મેં જીવનમાં ચાલુ રાખી છે, હું ભૂલોને ભૂંસવાનું રબર સતત સાથે રાખું છું.
મેં મારા મિત્રને કહ્યું કે હું હોસ્પિટલમાં ખબર જોવા જતો નથી, તેનું કારણ એવું છે કે મારા અનુભવથી મને સમજાયું કે ખબર જોવાનો કોઈ અર્થ નથી, ખબર જોવી એટલી એક ઔપચારિકતા પૂરી કરવાની વાત છે, હોસ્પિટલમાં જવાનું જતી વખતે કહેવાનું કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો, તે પણ આપણને ખબર છે આપણને તે કામ કહેવાનો નથી, માણસ જીવનના જુદા જુદા તબક્કામાં પસાર થાય છે. આવા જ એક તબકકામાં હું 2015 માં પસાર થયો. બહુ જ કફોડી સ્થિતિ હતી, ખિસ્સા અને બેન્ક એકાઉન્ટ ખાલી થયા હતા, જેના પરિણામ સ્વરૂપ હું આ સ્થિતિમાં આવ્યો તેની મિત્રો અને પરિચિતો કદર કરતા હતા અને કહેતા હતા કે તમે બહુ સારું કામ કરો છો, મારે લાયક કોઈ કામ હોય તો કહેજો, મને કોઈ મદદ કરે તેની જરૂર હતી, પણ મને જરૂર છે તેવું કહેવાની મારામાં હિંમત ન્હોતી, આ અનુભવમાંથી હું શીખ્યો કે કોઈ પરિચિત કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય ત્યારે તેમને પૂછવું નહીં કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો.
મારા મિત્રના પિતા બીમાર છે અને હોસ્પિટલમાં છે તેવી ખબર મળતાં મેં તરત મારી હેસિયત પ્રમાણેની એક નાનકડી મદદ મારા મિત્રને મોકલી આપી, મને લાગે છે કે મારે લાયક કામ હોય તો કહેજો તેના કરતાં તેને જેની જરૂર છે તે મદદનો એક નાનકડો હિસ્સો પણ તમારી પાસે હોય તો મોકલી આપવો, કારણ ખબર જોઈને પાછા આવવાથી જે બીમાર છે અને બીમારના પરિવારની કોઈ તકલીફ ઘટતી નથી. એક સાદી બાબત છે એવી છે કે માણસ બીમાર છે ત્યારે તેને સૌથી વધુ પૈસાની જરૂર હોય છે. આપણા શબ્દોમાંથી પૈસા પડતા નથી, જેનાથી તે દવા લાવે કે પછી હોસ્પિટલનું બીલ ભરે. ઘણી વખત એવું બનતું હોય છે કેટલીક બીમારીઓનો ખર્ચ બહુ મોટો હોય છે, આપણે માની લઈએ છીએ કે આટલો મોટો ખર્ચ છે તેમાં આપણી નાનકડી મદદ કેવી રીતે કામમાં આવશે. હવે થાય છે એવું કે મારી નાની મદદ કોઈ કામની નથી તેવું માનનારો મોટો વર્ગ છે જેના કારણે કોઈ મદદ કરતું નથી.
પણ નાની નાની મદદ કરનાર જો ભેગા થાય તો મોટું કામ થઈ શકે છે, બની શકે કે આપણી પાસે નાની મદદ કરવાની પણ વ્યવસ્થા નથી ત્યારે આપણા પરિચિત સાથે હોસ્પિટલમાં માણસ તરીકે ઊભા રહેવાનું કામ પણ અગત્યનું છે કારણ આજે બધા જ કહે છે, મારી પાસે સમય નથી. હવે આ સંયુકત પરિવારમાં રહેતા નથી. વિભકત પરિવારો હોવાને કારણે ઘરમાં એક વ્યકિત હોસ્પિટલમાં હોય તો જે સાજો છે તે દોડધામમાં પોતે બીમાર જેવો થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈ દોડધામ કરનારની મદદ પણ બહુ અગત્યની હોય છે, પણ આપણે આ બે પૈકી કંઈ કરતા નથી, માત્ર કામ હોય તો કહેજો તેવું કહી પાછા ફરીએ છીએ, મને બહુ મોડી ખબર પડી કે આવી ઔપચારિકતા કોઈના જીવનને કોઈ ફાયદો કરતી નથી, આપણી હોય કે બીજાની તકલીફ કહીને આવતી નથી એટલે જયારે કોઈને તકલીફ પડે ત્યારે અચાનક આપણે વ્યવસ્થા કેવી રીતે કરવી તેવો પણ એક પ્રશ્ન હોય છે.
હું પણ આવી સ્થિતિમાંથી પસાર થયો, મેં તેનો એક રસ્તો શોધી કાઢયો છે. મારી તિજોરીમાં એક મદદ નામનું મેં કવર બનાવ્યું છે, મારો પગાર થાય તેની સાથે દર મહિને એક નાની રકમ હું તે કવરમાં મૂકી દઉં છું. મારી આ ટેવ હવે મારા દીકરામાં પણ આવી છે કારણ તે પણ નોકરી કરતો થયો છે. આ મદદ નામના કવરમાં હું દર મહિને જે રકમ મૂકું છું, તેમાંથી મારા કોઈ પરિચિતને જરૂર છે તેવી ખબર પડે તેની સાથે મારે લાયક કોઈ કામ હોય તો પૂછયા વગર બંધ મુઠ્ઠીમાં તે રકમ મૂકી આવું છું., દર મહિને મદદના કવરમાં એક રકમ મૂકું છું તેના કારણે જયારે ખરેખર મદદની કોઈની જરૂર હોય ત્યારે મને આકરું પણ લાગતું નથી. હું આ એટલા માટે લખી રહ્યો છું કે હવે કોઈને ખબર જોવાને બદલે તેમને મદદ કરી તેમની ખબર રાખવાનું શરૂ કરજો, આ આપણે જે કંઈ કરીએ છીએ તેમાં કોઈની ઉપર ઉપકાર પણ નથી કરતા આ તો આપણે એટલા માટે કરીએ છીએ કે કારણ આ કર્યા પછી આપણનું મન શાંત અને આનંદિત થાય છે. હું આસ્તિક માણસ છું. મંદિરમાં જાઉં ત્યારે ચોક્કસ માંગુ છું, પણ માંગુ ત્યારે ઈશ્વરને કહું છું, મને ખૂબ આપજે, પણ આપે ત્યારે બીજાને આપવાનું મન પણ આપજે, કદાચ એટલે જ ઈશ્વર મારી દરકાર રાખે છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મારા પિતાના એક મિત્ર બીમાર થયા. મિત્રના પિતા બીમાર છે તેની અન્ય મિત્રોને પણ ખબર પડી. તેમણે મને પૂછયું, આપણે હોસ્પિટલ તેમની ખબર જોવા જઈશું ને, મેં કહ્યું, ના હું ખબર જોવા જતો નથી, કદાચ તેને મારો આ જવાબ ગમ્યો પણ નહીં અને સમજાયો પણ નહીં હોય, પણ મારા ઉત્તમ શિક્ષક અનુભવ રહ્યો છે, આમ તો માણસે અનુભવમાંથી શીખવાનું હોય છે, પરંતુ મોટા ભાગે અનુભવમાંથી માણસ નકારાત્મકતા શીખે છે, તેને થયેલા કડવા અનુભવને કારણે તેને લાગે છે દુનિયા ખરાબ છે અને તમામ માણસો દગાખોર છે, જીવનનો એક તબકકો એવો છે કે માણસનું જીવન આવી નકારાત્મકતાથી ખીચોખીચ ભરાઈ જાય છે, જે આખરે તેને જ ખતમ કરે છે. આ જ પ્રકારના અનુભવો મને પણ થયા છે, હું રોજ મારા જીવનમાંથી શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરું છું, સ્કૂલમાં હતા ત્યારે પેન્સીલથી લખતા હતા, અને ભૂલ પડે તો રબરથી ભૂંસી ફરી લખતા હતા. આ પ્રેકટીસ,મેં જીવનમાં ચાલુ રાખી છે, હું ભૂલોને ભૂંસવાનું રબર સતત સાથે રાખું છું.
મેં મારા મિત્રને કહ્યું કે હું હોસ્પિટલમાં ખબર જોવા જતો નથી, તેનું કારણ એવું છે કે મારા અનુભવથી મને સમજાયું કે ખબર જોવાનો કોઈ અર્થ નથી, ખબર જોવી એટલી એક ઔપચારિકતા પૂરી કરવાની વાત છે, હોસ્પિટલમાં જવાનું જતી વખતે કહેવાનું કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો, તે પણ આપણને ખબર છે આપણને તે કામ કહેવાનો નથી, માણસ જીવનના જુદા જુદા તબક્કામાં પસાર થાય છે. આવા જ એક તબકકામાં હું 2015 માં પસાર થયો. બહુ જ કફોડી સ્થિતિ હતી, ખિસ્સા અને બેન્ક એકાઉન્ટ ખાલી થયા હતા, જેના પરિણામ સ્વરૂપ હું આ સ્થિતિમાં આવ્યો તેની મિત્રો અને પરિચિતો કદર કરતા હતા અને કહેતા હતા કે તમે બહુ સારું કામ કરો છો, મારે લાયક કોઈ કામ હોય તો કહેજો, મને કોઈ મદદ કરે તેની જરૂર હતી, પણ મને જરૂર છે તેવું કહેવાની મારામાં હિંમત ન્હોતી, આ અનુભવમાંથી હું શીખ્યો કે કોઈ પરિચિત કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય ત્યારે તેમને પૂછવું નહીં કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો.
મારા મિત્રના પિતા બીમાર છે અને હોસ્પિટલમાં છે તેવી ખબર મળતાં મેં તરત મારી હેસિયત પ્રમાણેની એક નાનકડી મદદ મારા મિત્રને મોકલી આપી, મને લાગે છે કે મારે લાયક કામ હોય તો કહેજો તેના કરતાં તેને જેની જરૂર છે તે મદદનો એક નાનકડો હિસ્સો પણ તમારી પાસે હોય તો મોકલી આપવો, કારણ ખબર જોઈને પાછા આવવાથી જે બીમાર છે અને બીમારના પરિવારની કોઈ તકલીફ ઘટતી નથી. એક સાદી બાબત છે એવી છે કે માણસ બીમાર છે ત્યારે તેને સૌથી વધુ પૈસાની જરૂર હોય છે. આપણા શબ્દોમાંથી પૈસા પડતા નથી, જેનાથી તે દવા લાવે કે પછી હોસ્પિટલનું બીલ ભરે. ઘણી વખત એવું બનતું હોય છે કેટલીક બીમારીઓનો ખર્ચ બહુ મોટો હોય છે, આપણે માની લઈએ છીએ કે આટલો મોટો ખર્ચ છે તેમાં આપણી નાનકડી મદદ કેવી રીતે કામમાં આવશે. હવે થાય છે એવું કે મારી નાની મદદ કોઈ કામની નથી તેવું માનનારો મોટો વર્ગ છે જેના કારણે કોઈ મદદ કરતું નથી.
પણ નાની નાની મદદ કરનાર જો ભેગા થાય તો મોટું કામ થઈ શકે છે, બની શકે કે આપણી પાસે નાની મદદ કરવાની પણ વ્યવસ્થા નથી ત્યારે આપણા પરિચિત સાથે હોસ્પિટલમાં માણસ તરીકે ઊભા રહેવાનું કામ પણ અગત્યનું છે કારણ આજે બધા જ કહે છે, મારી પાસે સમય નથી. હવે આ સંયુકત પરિવારમાં રહેતા નથી. વિભકત પરિવારો હોવાને કારણે ઘરમાં એક વ્યકિત હોસ્પિટલમાં હોય તો જે સાજો છે તે દોડધામમાં પોતે બીમાર જેવો થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈ દોડધામ કરનારની મદદ પણ બહુ અગત્યની હોય છે, પણ આપણે આ બે પૈકી કંઈ કરતા નથી, માત્ર કામ હોય તો કહેજો તેવું કહી પાછા ફરીએ છીએ, મને બહુ મોડી ખબર પડી કે આવી ઔપચારિકતા કોઈના જીવનને કોઈ ફાયદો કરતી નથી, આપણી હોય કે બીજાની તકલીફ કહીને આવતી નથી એટલે જયારે કોઈને તકલીફ પડે ત્યારે અચાનક આપણે વ્યવસ્થા કેવી રીતે કરવી તેવો પણ એક પ્રશ્ન હોય છે.
હું પણ આવી સ્થિતિમાંથી પસાર થયો, મેં તેનો એક રસ્તો શોધી કાઢયો છે. મારી તિજોરીમાં એક મદદ નામનું મેં કવર બનાવ્યું છે, મારો પગાર થાય તેની સાથે દર મહિને એક નાની રકમ હું તે કવરમાં મૂકી દઉં છું. મારી આ ટેવ હવે મારા દીકરામાં પણ આવી છે કારણ તે પણ નોકરી કરતો થયો છે. આ મદદ નામના કવરમાં હું દર મહિને જે રકમ મૂકું છું, તેમાંથી મારા કોઈ પરિચિતને જરૂર છે તેવી ખબર પડે તેની સાથે મારે લાયક કોઈ કામ હોય તો પૂછયા વગર બંધ મુઠ્ઠીમાં તે રકમ મૂકી આવું છું., દર મહિને મદદના કવરમાં એક રકમ મૂકું છું તેના કારણે જયારે ખરેખર મદદની કોઈની જરૂર હોય ત્યારે મને આકરું પણ લાગતું નથી. હું આ એટલા માટે લખી રહ્યો છું કે હવે કોઈને ખબર જોવાને બદલે તેમને મદદ કરી તેમની ખબર રાખવાનું શરૂ કરજો, આ આપણે જે કંઈ કરીએ છીએ તેમાં કોઈની ઉપર ઉપકાર પણ નથી કરતા આ તો આપણે એટલા માટે કરીએ છીએ કે કારણ આ કર્યા પછી આપણનું મન શાંત અને આનંદિત થાય છે. હું આસ્તિક માણસ છું. મંદિરમાં જાઉં ત્યારે ચોક્કસ માંગુ છું, પણ માંગુ ત્યારે ઈશ્વરને કહું છું, મને ખૂબ આપજે, પણ આપે ત્યારે બીજાને આપવાનું મન પણ આપજે, કદાચ એટલે જ ઈશ્વર મારી દરકાર રાખે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.