વડોદરા : વડોદરા શહેર પોલીસના 3000 અધિકારીઓ અને કર્મચારીઓનું સર્વાંગી સ્વાસ્થ્યલક્ષી વિકાસ થઇ શકે માટે તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને પોલીસ ભવન ખાતે અત્ય આધુનિક કસરત કરવાના સાધનો સજ્જ હેલ્થ વેલનેશ એન્ડ ફિટનેસ સેન્ટર (જિમ્નેશિયમ)20 લાખના ખર્ચે નિર્માણ કરાઇ રહ્યું છે. જે જિમ ચોવીસ કલાસ કાર્યરત રહેશે. કર્મીઓ, અધિકારીઓ અને મહિલાઓ માટે સમય અલગ રાખવામાં આવશે.
વડોદરા શહેર વિભાગમાં 3 હજાર જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ અદા કરી રહ્યા છે. દરેક કર્મચારીના હેલ્થ પર ઉચ્ચ અધિકારી દ્વારા ખાસ પ્રકારનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફિટનેશને ધ્યાનમાં લઇને શહેરમાં બીજું હેલ્થ વેલનેસ એન્ડ ફિટનેશ સેન્ટર (જીમ્નેશિયમ)પોલીસ ભવન ખાતે આગામી દિવસોમાં રૂ.20 લાખના ખર્ચે બનવા જઇ રહ્યું છે.જેનું હાલમાં બાંધકામ થઇ પૂર્ણ થયું છે અને કેટલાક આધુનિક કસરત કરવા માટેના સાધનો મુકી દેવામાં આવ્યા છે. આ સેન્ટરમાં ઇન્ડસ્ટ્રી અને પીએસયુની યોગદાનથી જીમનું નિર્માણ કરાઇ રહ્યું છે.
જે પોલીસમાં નોકરી કરતા કર્મચારી માટે ચોવીસ કલાક કાર્યરત રાખવામાં આવશે. જેથી તેઓ કોઇપણ સમયે આવીને આધુનિક સાધનોના ઉપયોગથી કસરત કરી શકે છે. પોલીસ ભવન ખાતે નિર્માણ પામનાર જીમ માટે 10 લાખના સાધનો આઇસીએલ કંપની દ્વારા મળેદાન અનુદાનમાંથી મળ્યો છે. જ્યારે પોલીસના વેલ્ફેર ટ્રસ્ટમાંથી 10 લાખના ખર્ચે ફિટનેશન સેન્ટરનું રિનોવેશન કરાયું છે. સેન્ટરમાં ઇમર્જન્સી બ્લડ જરૂરિયાત માટે નોડલ ડેસ્ટ રાખવામાં આવશે અને હેલ્થ વીમા મેડિકલ પોલીસ જેવા અન્ય પ્રોડક્ટ માટે નવા કેમ્પનુ આયોજન કરાશે.
હાલમાં પોલીસનું એક ખુલ્લુ જીમ હેડ ક્વાટર ખાતે કાર્યરત છે
વડોદરા પોલીસના અધિકારીઓ અને કર્મચારી માટે હેડ ક્વાટર ખાતે ઘણા સમયથી ખુલ્લુ જીમ બનાવવામાં આવ્યું હતુ. જેમાં કર્મીઓ સહિત અધિકારીઓ જીમની ટ્રેનિંગ લેતા આવ્યા છે. ત્યારે હાલમાં બીજી નવુ અત્ય આધુનિક સાધનો સાથે બીજુ જીમ પોલીસ ભવન ખાતે નિર્માણ પામ્યું છે. જે ટૂક સમયમાં તૈયાર થઇને મંત્રીના હસ્તે ઉદઘાટન કર્યા બાદ કર્મીઓ માટે ખુલ્લુ મુકાશે.
મહિલાઓ માટે ટ્રેનિંગનો સમય અલગ રાખવામાં આવશે
પોલીસ કર્મીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં જીમનું નિર્ણામ થવાનું છે. ચોવીસ કલાક કાર્યરત રહેશે. મહિલાઓ અને પુરૂષ ટ્રેનિંગ માટે આવશે. ત્યારે મહિલાઓ તેમની જીમની ટ્રેનિંગ સમય અલગ રાખવામાં આવશે. જેમાં તેમના સમય દરમિયાન કોઇ પૂરૂષ કર્મીઓે એન્ટ્રી નહી અપાશે.