Vadodara

નાના માણસોની ચિંતા કરી ગેંરેન્ટેડ સરકાર બની: મેયર

વડોદરા: મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે પી.એમ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને વિવિધ લાભોનું ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત લાભાર્થી બહેનો દ્વારા સુંદર રીતે ગુજરાતનું ગૌરવ સમા પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરી હતી. સદર કાર્યક્રમના પ્રારંભ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “ મન કી બાત ” કાર્યક્રમના જીવંત પ્રસારણ પદાધિકારીઓ તથા લાભાર્થીએ નિહાળ્યું હતું. આ પ્રસંગે મેય૨ કેયુ૨ રોકડીયાએ જણાવ્યુ હતું કે , પી.એમ. નિધિ યોજનાની શરૂઆતએ કેન્દ્ર સ૨કા૨ની માનવતાનું ઉતમ ઉદાહરણ છે.

કોરોના સમયમાં આપણે તમામે લોકડાઉન અનુભવ્યું છે અને ધંધા રોજગાર બંધ થતા જોયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના કપરાકાળમાં અનેક યોજનાઓ થકી દેશને બચાવવાનું કામ ખરા અર્થમાં કર્યુ છે. આજે દેશની ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૧૫ કરોડથી પણ વધારે કોરોના વેકસીનના ડોઝ મફ્તમાં દેશના નાગરીકોને આપ્યા છે, જ્યારે ઓક્સિજનની અછત હતી ત્યારે ઓક્સિજન ટ્રેનો પણ દોડતી જોઈ છે અને લોકોના જીવ બચાવવા માટે તંત્રએ ખૂબ ચિંતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આના વિશે પણ ચિંતા કરી છે એટલે કે, ૮૬ કરોડ લોકોને છેલ્લા બે વર્ષથી મફત રાશન આપવાનું કામ કર્યું છે.

અલગ અલગ વર્ગ માટે અલગ અલગ કાર્યો કર્યા છે ક્યાંક ઇન્ડસ્ટ્રીયાલીસ વર્ગને રોજગાર વેપાર માટે લોન એક્સ્ટ્રા આપી છે , જરૂ ૨ પડે એમને આર્થિક પેકેજ આપવાની એમણે ચિંતા કરી, ક્યાંક મધ્યમ વર્ગના લોકો જે રેસ્ટો ૨ ટ બિઝનેસ સાથે સંકળાયેલ છે, તેવા હોટલ / રેસ્ટોરન્ટના કરવેરા માફ કરાવી તો આ જ વ્યવસાય ને લગતા જે નાના વ્યક્તિઓ હતા એમની પણ ચિંતા નરેન્દ્રભાઇએ કરી છે પીએમ નિધિ થકી સ૨કા૨ે નાના માણસની ચિંતા કરી જાતે ગેરંટર સ૨કા૨ બની છે. પીએમસી ની શરૂઆત કરી ત્યારે ૧0,000 / – ફાળવવામાં આવ્યા હતા આ સમયગાળા દરમિયાન જે વ્યક્તિએ ૧0,000 / – ભ ૨ી દીધા તો તેમણે ૨૦,000 / – રૂપિયા આપવામાં આવ્યા હતા જેને ૨0,000 / – ભરી દીધા હોય તેમને ૫0,000 / – રૂપિયા સુધીની લોન આપવામાં આવી છે . આથી પી એમ ર્વાધિ આપણા સૌ માટે આશીર્વાદરૂપ સમાન ઘર
પરિવાર આનિર્ભર બને તેની ચિંતા માન્ય વડાપ્રધાને કરી છે.

આ પ્રસંગે આ પ્રસંગે ધારાસભ્ય જિતેન્દ્રભાઈ સુખડીયા , ધારાસભ્ય સીમા મોહિલે , ડે.મેયર નંદા જોશી , સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો . હિતેન્દ્ર પટેલ , મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ , પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ , શાક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા , દંડક ચિરાગ બારોટ , શહેર ભાજપ મહામંત્રી જશવંર્તાસંહ સોલંકી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેષ પટણી , સાંસ્કૃતિક સમિતિના અધ્યકક્ષા હેમીષા ઠકકર સહિત ર્થાત . સભાસદ, અધિકારીઓ અને નગરજનો હાજ૨ ૨હ્યા હતા .

Most Popular

To Top