અંબાજી: ગુજરાત(Gujarat)નું પ્રસિદ્ધ અંબાજી મંદિર(Ambaji Tempal)માં અંબાજી માતામાં ભક્તો(Devotees)ને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. તમામ જ્ઞાતિના લોકોમાં અબાજીના આશીર્વાદ લેવા આવે છે. આશીર્વાદ સાથે માં અંબાજીના ચરણોમાં કોઈ ભેટ અર્પણ કરવાની ભાવના હોય છે. જેમાં ભક્તો સોના(Gold) કે ચાંદી(Silver)નાં કોઈને કોઈ અલંકાર(Decoration) બનાવીને અર્પણ કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)નાં જય ભોલે ગ્રુપ(Jai Bhole Group)ની પણ લાગણી હતી કે, અંબાજી માતાની પાદુકા(Paduka) સોના(Gold)ની બનાવીને અર્પણ કરવી છે. જેથી તેઓએ સોનાની પાદુકા બનાવી છે જે માં અંબાના ચરણોમાં અર્પણ કરશે.
ચાંદીના બદલે હવે સોનાની ગર્ભગૃહમાં સ્થાપિત થશે
જય ભોલે ગ્રુપ દ્વારા 231 ગ્રામ એટલે કે 23 તોલા સોનામાંથી માં અંબાની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે. હાલ 181 ગ્રામની ચાંદીની ચરણ પાદુકાના અંબાજી મંદિર ખાતે દર્શન થાય છે. ચાંદીની પાદુકાને બદલે હવે સોનાની ચરણ પાદુકા ગર્ભગૃહમાં સ્થાપિત થશે. ૨૮ ઓગસ્ટના રોજ ભાદરવી એકમના દિવસે માં અંબાના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરાશે. અંબાજી મંદિર ખાતે ભક્તો દ્વારા વર્ષોથી સોના ચાંદીના અનેક આભૂષણો માં અંબાને અર્પણ કરવામાં આવતા હોય છે, જેમાં વધુ એક સોનાની ચરણ પાદુકાનો સમાવેશ થશે.
સોનાની ચરણ પાદુકા અર્પણ કરવાનો વિચાર આ રીતે આવ્યો
જય ભોલે ગ્રુપના મેમ્બર દીપેશ પટેલે કહ્યું કે, અમારા ગ્રુપ દ્વારા દેશના 1700 કરતા વધુ મંદિરોમાં ઘડિયાળ લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે જ્યારે અમે ગયા ત્યારે અમે જોયું કે માં અંબાનું આખું મંદિર સુવર્ણનું હતું. માતાજીનો થાળ સોનાનો છે, માતાજીના દાગીના, શણગાર બધું જ સોનાનું છે, માત્ર એક ચરણ પાદુકા જ ચાંદીની હતી. ત્યારે અમને આ ચાંદીની ચરણ પાદુકાને બદલે સોનાની ચરણ પાદુકા માં અંબાના ચરણોમાં અર્પણ કરવાનો વિચાર આવ્યો હતો. જેના માટે અમે કલેક્ટર સાથે મુલાકાત કરી. વિચારો રજૂ કરી. સંમતિ લીધી હતી.
ચરણ પાદુકાની 3 જુદી જુદી ડિઝાઇન તૈયાર કરાઈ
હાલ જે ચાંદીની પાદુકા છે એની સાઇઝ મુજબ જ અમે ચરણ પાદુકાની 3 જુદી જુદી ડિઝાઇન તૈયાર કરી છે. ત્રણેય ડિઝાઇનની ચિઠ્ઠી અમે માતાજીના ગર્ભગૃહમાં મૂકી, આખરે સાથીયા, ઓમ અને શંખની આકૃતિ સાથે અમે તૈયાર કરેલી ડિઝાઇન માટે અમે પરવાનગી મળી છે. શરૂઆતમાં 200 ગ્રામની સોનાની પાદુકા બનાવવાનો વિચાર આવ્યો હતો પરંતુ ડિઝાઇન બનતા બનતા આખરે લગભગ 12 લાખ રૂપિયાના ખર્ચે 23 તોલાની ચરણ પાદુકા તૈયાર થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા નીલકંઠમંદિર ખાતે આ સોનાની ચરણ પાદુકા, પર ગજની ધજા અને શ્રીયંત્ર ભક્તો દર્શન કરી શકે એ માટે મૂકવામાં આવ્યા છે. જય ભોલે ગ્રુપ દ્વારા 28 ઓગસ્ટે અંબાજી મંદિર ખાતે આ ચરણ પાદુકા સાથે પર ગજની ધજા, શ્રીયંત્ર અને તમામ શક્તિપીઠની મહીમા વર્ણવતી આરતી પણ લોન્ચ કરાશે.
