SURAT

સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ કર્યા બાદ લગ્નની લાલચ આપી મુંબઈની યુવતીએ સરથાણાના બે યુવકને છેતર્યાં

સુરત : ફેસબુક પર મિત્રતા કર્યા બાદ લગ્નની લાલચ આપીને સરથાણાના બે મિત્રોને ઠગ ટોળકીએ રૂપિયા 5 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણાના કિરણચોક શેરી નં-3 ખાતે રહેતા અને ડાયમંડનું કામ કરતા ભૌતીક કલ્યાણભાઈ શિરોયા (ઉં.વ.25)ની એક મહિના પહેલા ફેસબુક ઉપર ઉષા બોધરા નામની યુવતી સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. સપ્તાહ સુધી ફેસબુક ઉપર વાતો કર્યા બાદ યુવતીએ મોબાઈલ નંબર માંગી પોતાનો મોબાઈલ ખરાબ થઈ ગયો છે અને નવો મોબાઈલ લેવા માટે પૈસા માંગતા ભૌતીકે તેણીના કહેવા મુજબ મુંબઈ ખાતે ખોડીયાર મોબાઈલ શોપના માલીક ચેતન જયંતી રાખોલીયાના ખાતામાં 24 હજાર ટ્રાન્સફર કર્યા હતા.

બે દિવસ પછી ચેતનને તેમને ફોન કરી તમે જે લેડીઝના પૈસા ટ્રાન્સફર કર્યા છે. જે શ્રુતી ડોબરીયાની પરિસ્થિત સારી નથી ગરબી ઘરની દકરી છે. જેથી ભૌતીકે પોતે કોઈ શ્રુતીને નહી પરંતુ ઉષા બોઘરાને માટે ફોન લીધો છે. ત્યારે ચેતને કહ્યું કે ઉષા જ શ્રુતી છે. તેની માતા નથી પિતાએ બીજા લગ્ન કર્યા છે. તેની બીજી પત્ની શ્રુતીને હેરાન કરે છે.

શ્રુતીએ 23 લાખની એફડી કરાવી છે. જે પૈસા થોડા દિવસમાં આવી જશે અને એફડીના પૈસા આવી ગયા બાદ તમારા લગ્ન કરાવી અપવાની ભૌતીકને લાલચ આપી શ્રુતીની એફડી પર લાગેલ પેનલ્ટી ભરવાના બહાને ભૌતીક પાસેથી 1 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ તેના પિતાએ બેન્કમાંથી લીધેલ લોન નહીં ભરતા બેન્કવાળા શ્રુતીને હેરાન કરે છે. તેના બહાને 62 હજાર પડાવ્યા હતા.

પૈસા પડાવ્યા પછી પણ ચેતને ફરીથી કોલ કરી એફડીમાં શ્રુતીની માતા હયાત નથી. તેથી સહી થઈ ન શકતા તેના પેનલ્ટી પેટે રૂપિયા પડાવ્યા હતા. આ રીતે ભૌતિક પાસેથી શ્રુતી સાથે લગન કરાવવાની લાલચ આપી ટુકડે ટુકડે રૂપીયા 3,02,000 પડાવી લીધા બાદ ચેતન અને શ્રુતીએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.

આ ટોળકીએ ભૌતીક ઉપરાંત તેના મિત્ર એલીશ માંગરોળીયા સાથે પણ આ રીતે છેતરપિંડી કરી રૂપિયા 2.23 લાખ પડાવ્યા હતા. ભૌતીક શીરોયા અને એલીશ માંગરોળીયા પાસેથી લગન કરાવવાની લાલચ આપી કુલ રૂપિયા 5.25 લાખ પડાવી છેતરપિંડી ચેતન જયંતી અને શ્રુતી ડોબરીયા સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top