Gujarat

રાજ્યમાં કોરોનાના વધુ 7410 કેસ, 73નાં મોત

GANDHINAGAR : રાજ્યમાં કોરોના ( CORONA ) દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 73 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 7410 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 73 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત શહેરમાં 24, અમદાવાદ શહેરમાં 24, રાજકોટ શહેરમાં 7, વડોદરા શહેરમાં 6, રાજકોટ અને સાબરકાંઠામાં 2-2 જ્યારે અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, ડાંગ, ગાંધીનગર ગ્રામ્ય, જુનાગઢ મનપા, જૂનાગઢ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં 1-1 મળી કુલ 73 દર્દીઓના મૃત્યું થયા હતા.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 થયો છે, બીજી તરફ આજે 2642 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,23,371 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને 87.96 ટકા થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 2491, સુરત શહેરમાં 1424, વડોદરા શહેરમાં 317, રાજકોટ શહેરમાં 551, ભાવનગર શહેરમાં 84, ગાંધીનગર શહેરમાં 58, જામનગર શહેરમાં 189 અને જૂનાગઢ શહેરમાં 54 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 231, વડોદરા ગ્રામ્યમાં 135, ભરૂચમાં 124, બનાસકાંઠામાં 119, જામનગર ગ્રામ્યમાં 189, પાટણમાં 108 રાજકોટ ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 39,250, વેન્ટિલેટર ઉપર 254 અને 38,996 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 97,32,548 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 12,03,465 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 97,32,548 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 1,18,004 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 39,630 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

ગાંધીનગરમાં કોરોનાએ માથુ ઉચકયુ હોય તેમ છેલ્લા 24 કલાકમા કોરોના પોઝીટીવ હોય તેવા 41 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જયારે ગાંધીનગરમાં મનપા વિસ્તારમાં 71 અને 39 કેસો ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.ગાંધીનગરમાં આવેલા બે જુદા જુદા સ્મશાન ગૃહો જેવા સેકટર 30 અને સરગાસણમાં રૂદ્ર ભૂમિ સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ માટે વેઈટીંગ ચાલતુ હતું.આજે કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા દર્દીઓમાં 45 વર્ષથી વધુ ઉમરના દર્દીઓનો સમાવેશ થાય છે.જો કે આરોગ્ય વિભાગ દ્વ્રારા આજે સત્તાવાર રીતે જે માહિતી મીડિયાને આપવામા આવી છે , તેમાં ગાંધીનગર જિ.માં માત્ર 1 દર્દીનું મૃત્યુ દર્શાવવામા આવ્યુ છે.રાજયમાં છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓનું મૃત્યુ થયુ છે. સરકારી ચોપડે ગાંધીનગરમાં મૃત્યુ પામેલા 41 દર્દીઓનો કોઈ ઉલ્લેખ નથી, કદાચ મૃત્યુના આઁકડાઓ છુપાવવામાં આવી રહયા છે.

Most Popular

To Top