‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ પર આ વખતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ 10થી 12મી જાન્યુ. દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદર ખાતે યોજાનાર છે ત્યારે ત્યારે સમિટના પૂર્વે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના ૧૨ જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. આ 12 એમઓયુ દ્વારરા ગુજરાતમા 14165 કરોડનું રોકાણ આવી રહ્યુ છે. જેના દ્વારા 24530 જેડલી નવી રોજગારી પેદા થઈ શકશે. એકલા સુરતના હીરા બુર્સ દ્વારા 10, 000 કરોડનું રોકાણ ઈન્ટર નેશનલ જવેલરી બિઝનેસ હાઉસ ખાતે કરાશે.
ગત તા.29મી નવે.ના રોજ 14003 કરોડના 12 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેના દ્વારા સંભવિત 28585 નવી રોજગારી પેદા થવાની સંભાવના રહેલી છે. જયારે ગતા 22મી નવે.ના રોજ 19 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેના દ્વારા 24185.22 કરોડનું રોકાણ તથા 36925 જેટલી રોજગારી પેદા થસે તેવી રાજય સરકારે જાહેરાત કરી છે.
આગામી જાન્યુઆરી ૨૦૨૨માં તા. ૧૦થી ૧૨ દરમ્યાન યોજાનારી આ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે રાજય સરકાર દ્વારા દમ સોમવારે રોકાણ માટે કરાર કરાઈ રહયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે , પીએમ નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પૂર્વાર્ધરૂપે દર સપ્તાહ પ્રથમ દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે MOUનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ સોમવારે MOUની ત્રીજી કડીમાં જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં – ઇલેક્ટ્રીક ટુ વ્હીલર, કેમિકલ, ફાર્મા, API, ઇલેક્ટ્રીસીટી સ્ટોરેજ સોલ્યુશન, ઓર્ગેનિક્સ, પેપર, મેટલ, હાઇજીન, જ્વેલરી, ડાઇઝ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઊદ્યોગો ગુજરાતમાં અંજાર, દહેજ, ભરુચ, વલસાડ, ગાંધીનગર, હાલોલ, સાવલી, જઘડીયા, સાયખા, પાલ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે