વડોદરા : શુક્રવારે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે મળેલી સિન્ડિકેટની બેઠક પૂર્વે વિદ્યાર્થી સંગઠનોનો ધસારો જોવા મળ્યો હતો. જ્યાં તમામ વિદ્યાર્થી સંગઠનોએ કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની બેઠકોમાં વધારો કરવામાં આવે તેવી માંગ સિન્ડિકેટ સભ્યોને કરી હતી.જો કે સિન્ડિકેટ સભ્યો પણ આ વાત સાથે સહેમત થયા હતા .આ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ યુ.જી.એસ રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે આ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ક્યાં જશે એવો પ્રશ્ન આજે વડોદરાની જનતા પૂછી રહી છે.છતાં પણ 10 થી 12 દિવસથી આંદોલન કરી રહ્યા છે.
પરંતુ આ લોકોના પેટનું પાણી હાલતું નથી.જેથી આજે સેન્ડિકેટને રજૂઆત કરી છે કે થોડી પણ દયા હોય તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર દયા ખાઈને એડમિશન આપવામાં આવે.જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી અક્ષય રબારીએ જણાવ્યું હતું કે પ્રોફેસર દ્વારા જ્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે બહાર પાડવામાં આવતો નથી.આજથી બે દિવસ પહેલા ટીમ બની ગઈ છે અને કમિટી નક્કી થઈ ગઈ છે પણ શું ચર્ચા થઈ એ બહાર આવ્યું નથી.એબીવીપીની એક જ માંગ છે કે વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવામાં આવે કે શું નિર્ણય છે.તો બીજી તરફ સૌથી અલગ મુદ્દા સાથે વીવીએસ ગ્રુપ સિન્ડિકેટ સભ્યોને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યું હતું.
વીવીએસ ગ્રુપના સભ્યોની માંગણી હતી કે છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી.તો આ વર્ષે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ તેવી માંગ કરી હતી.તો બીજી બાજુ સિન્ડિકેટની બેઠકને લઈને કર્મચારીઓનો રાફડો પણ હેડ ઓફિસ ખાતે પહોંચ્યો હતો અને આઉટસોર્સિંગ નો કાયદો યુનિવર્સિટીમાં બંધ થવો જોઈએ એવી માંગ કરી હતી.આ દરમિયાન હંગામી કર્મચારીઓ સાથે સામાજિક કાર્યકર ઠાકોર સોલંકી તથા બુસાના અગ્રણી પ્રતાપરાઉ ભોયટે પણ હાજર રહ્યા હતા અને આ મામલે યુનિવર્સિટી બંધની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ઉલ્લેખનિય છે કે, માઉન્ટ એવરેસ્ટ ચડવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર શહેરની નિશા કુમારી નું વીસી , સિન્ડિકેટ સભ્યો સહિત વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફુલહાર પહેરાવી નિશા કુમારીનું સન્માન કરાયું.જ્યાં નિશાએ તમામ સંગઠનનો આભાર માન્યો હતો.
આઉટસોર્સિંગ મુદ્દે વિચાર વિમર્શ કરીશું કોમર્સ ફેકલ્ટીમાં જે એડમિશન બાબતની રજૂઆત છે આ બાબતે આજે સિન્ડિકેટમાં એની વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે આઉટસોર્સિંગ ના મુદ્દે પણ સિન્ડિકેટમાં વિચારવી મશ કરીને જેટલું બને કર્મચારીઓની ફેવરમાં ડિસિઝન લેવાનો પ્રયત્ન કરીશું. – દિનેશ યાદવ,સિન્ડિકેટ સભ્ય
સિન્ડિકેટ સંવેદનશીલ છે તમામ સ્ટુડન્ટનો સમાવેશ કરવામાં આવશે
વડોદરાના વિદ્યાર્થીઓની છે વડોદરાનો એક પણ વિદ્યાર્થી કોમર્સમાં એડમિશન લીધા વગર બાકી નહીં રહી એ અમારી સિન્ડિકેટ તરફથી ખાતરી અમે વડોદરા વાસીઓને આપીએ છીએ કયા કારણથી શું કર્યું એ એમનો વિષય છે સિન્ડિકેટ સંવેદનશીલ છે તમામ સ્ટુડન્ટ નો સમાવેશ કરવામાં આવશે કોઈપણ ભોગે કરવામાં આવશે.
– મયંક પટેલ, સિન્ડિકેટ સભ્ય
શા માટે યુનિવર્સિટી ચૂંટણી નથી કરતી?
અમારી માંગણી છે કે યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓનો હક છે વિદ્યાર્થી સંઘની ચૂંટણી.જ્યારે એમ.એસ.યુનિવર્સિટી યુનિયનની ફી લેવામાં આવે છે.વિદ્યાર્થીઓ પાસેથી તો શા માટે યુનિવર્સિટી ચૂંટણી નથી કરતી. એ એક દબાવવા માંગે છે.જે યુનિવર્સિટીમાં પ્રશ્નોનું જે સર્જન થઈ રહ્યું છે. એ એડમિશનના મુદ્દા હોય કે બાર કાઉન્સિલના મુદ્દા હોય આ ચૂંટણીના લીધે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ નથી. એટલા માટે આ મુદ્દા ઉભા થાય છે. અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે સિન્ડિકેટની બેઠકમાં ચૂંટણી પર ચર્ચા કરે અને વિદ્યાર્થી સંઘની ચૂંટણી યુનિવર્સિટી જાહેર કરે – પાર્થ પંડ્યા,વીવીએસ ગ્રુપ
ટેન્ડરનો સંપૂર્ણ વિરોધ
યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં અમારી રજૂઆત જે મૂકવામાં નથી આવી એવી અમારી પાસે માહિતી આવી હતી.એટલા માટે કે ટેન્ડરની તારીખ એ લોકો એક્સટેન્ડ કરી અને ત્રીજી જુલાઈ સુધી લઈ ગયા છે અમે આ ટેન્ડરનો સંપૂર્ણ પણે વિરોધ કરીએ છે. – ઠાકોર સોલંકી સામાજિક કાર્યકર