આણંદ : આણંદના ગામડી ગામે રવિવારની બપોરે ચિકોરીના ગોડાઉનમાં એકાએક આગ ભડકી ઉઠતાં આણંદ અને વિદ્યાનગરના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી અને દોઢેક કલાક પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. આણંદના ગામડી ગામે નેશનલ હાઈવે નજીક આવેલા ચિકોરીના ગોડાઉનમાં રવિવારના રોજ આગ ભડકી હતી. જેની જાણ આણંદના ફાયર બ્રિગેડને કરતાં ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, આગ વધુ વિકરાળ બનતાં વિદ્યાનગર ફાયરની પણ મદદ લેવામાં આવી હતી. ત્રણ વાહનો દ્વારા દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, તે પહેલા ઘણું નુકશાન થયું હતું. પ્રાથમિક તારણમાં આગ શાર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં તેનો ઉપયોગ કરી શક્યાં નહતાં. આ ઉપરાંત પાણીનો બોર હતો. પરંતુ વિજળી ગુલ થઇ જતાં તે પણ કામમાં આવ્યો નહતો.
ગામડી ગામે ચિકોરીના ગોડાઉનમાં આગ લાગી
By
Posted on