National

મુંબઈના ઘાટકોપરની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, એકનું મોત

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ની રાજધાની મુંબઈ (Mumbai) ના ઘાટકોપર (Ghatkopar) માં પારેખ હોસ્પિટલ પાસે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ આગ એક બિલ્ડિંગમાં લાગી છે. બનાવ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર થઇ ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો. આગના પગલે એક વ્યક્તિનું મોત (Death) થયું છ જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. મુંબઈના ડીસીપી પુરુષોત્તમ કરાડે જણાવ્યું કે પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગઈ છે. આગના કારણે પારેખ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આગના પગલે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.

પીઝાનાં રેસ્ટોરન્ટમાં લાગી આગ
એક અહેવાલ અનુસાર, શનિવારે બપોરે વિશ્વાસ બિલ્ડીંગ પાસે આવેલા એક પિઝાનાં રેસ્ટોરન્ટનાં મીટર રૂમમાંથી આગ ફેલાઈ હતી. જોત જોતામાં જ આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગની જ્વાળાઓ જોઈ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જેથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરુ કર્યા હતા. આગના પગલે 46 વર્ષનાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે.

મીટર બોક્સમાં લાગી હતી આગ
જો કે આગ લાગ્યાના થોડા કલાકો બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવ્યા બાદ કુલીંગનું કામ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર મીટર બોક્સમાં લાગી હતી. આની બાજુમાં જ પારેખ હોસ્પિટલનું બિલ્ડીંગ છે. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે.

પારેખ હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
કહેવામાં આવી રહ્યું છે કે આગનો ધુમાડો નજીકની પારેખ હોસ્પિટલ સુધી ગયો, જેના કારણે ત્યાં હાજર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મુંબઈ ફાયર સર્વિસે જણાવ્યું કે પારેખ હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી

Most Popular

To Top