વડોદરા: સમા વિસ્તારમાં આવેલા તળાવ સામે અર્થ ઇઓન કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનું ઝડપાયું હતું. ડમી ગ્રાહકે અંદર પહોંચી છુપી રીતે મિસકોલ મારતા સમા પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં ગ્રાહક સાથે યુવતી કઢંગી હાલતમાં ઝડપાઇ હતી. મેનેજર સહિત બે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. જ્યારે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના સમા ઉર્મી સ્કુલ સમા તળાવ સામે વેલ અર્થ ઇઓન કોમ્પલક્ષ પ્રથમ માળે અન્ના સ્પા લાઈનની આડમાં બંટી ચંદવાણી તથા એમનીજ ઉર્ફે ઇમતીયાજ ઉર્ફે અનો ઉકીલ શેખ કુંટણખાનુ ચલાવે છે. તેવી બાતમી સમા પોલીસને સોમવારે મળી હતી. જેના આધારે કરી પીઆઇ એમ બી રાઠોડ દ્વારા એક ખાનગી વ્યક્તિને સ્પામા ગ્રાહક તરીકે મોકલ્યો હતો. સ્પામા ભાવતાલ કરી સ્પામાં કામ કરતી છોકરીઓ પૈકી કોઇ પણ શરીર સંબંધ માટે તૈયાર થાય તો અમારા મોબાઇલ પર મીસ્કોલ કરવા જણાવ્યું હતું. સમા પોલીસ અર્થ ઇઓન કોમ્પ્લેક્ષ પાસે વોચમા ઉભા હતા. તે દરમ્યાન ગ્રાહક તરીકે મોકલેલ વ્યક્તિએ મીસ્કોલ મારતા અન્ના સ્પા લાઇનમાં પોલીસ રેઇડ કરી હતી.
એક રૂમમાં ચેક કરતા ગ્રાહક તથા સ્પામાં કામ કરતી એક યુવતી સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જે રૂમમા બેડ પરથી એક કોન્ડમનું પેકેટ મળી આવ્યું હતું. અન્ય રૂમમાં ચેક કરતા અન્ય એક યુવતી પણ મળી આવી હતી. જેથી પોલીસે સ્પા ના મેનેજર ઉર્ફ ઇમતીયાજ ઉર્ફે અના ઉકીલ રોખ હાલઅને હાઉસ કીપિંગનું કામ કરનાર હિતેશ મનોહરલાલ ચંદવાણી, બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે સ્પાના માલિક બંટી મનોહર ચંદવાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સંચાલકના ભાઇએ પોલીસથી બચવા પોતાને હાઉસકિપિંગનો સ્ટાફ બતાવ્યો
પોલીસે સ્પામા કરોડો પાડતા સામે કાઉન્ટર પર દોઢ મહિનાથી નોકરી કરતો મેનેજર એમતીજ ઉર્ફે ઇમતીયાજ ઉર્ફે અન્ના ઉકીલ શેખ તથા હાઉસકીપિંગ નું કામ કરતો હિતેશ ચંદવાણી પાસેથી ત્રણ મોબાઈલ, ગલ્લામાંથી રોકડા રૂપિયા અને ત્રણ કોન્ડોમ સહિત 24 હજાર ઉપરાંત નો મુદ્દા માલ કબજે કરાયો છે. બંને છોકરીઓ સ્પામા નોકરી કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં સંચાલક બંટીનો ભાઇ હોવા છતાં હિતેશ ચંદવાણીએ પોતાને હાઉસ કિપિંગનો સ્ટાફ બતાવ્યો હતો.
સંચાલક બંટી ચંદવાણી કુટણખાનું ચલાવવા માટે લલનાનઓ બહારથી બોલાવતો હતો
ગોરવા વિસ્તારમાં આવેલા ગંગોત્રી આયકોનમાં રહેતા બંટી હરલાલ ચંદવાણી સ્પાનો માલિક છે. માલીક અલગ અલગ જગ્યાએથી લલનાઓને બોલાવી સ્પાની આડમાં ફુટણ ખાનુ ચલાવતા હતો. એક ગ્રાહક પાસેથી રૂ.૨૫૦૦ મેળવતો હતો જેમાંથી રૂ.૧૫૦૦ સેક્સ વર્કરને આપી બાકીના રૂ.૧૦૦૦ પોતે કમાતો હતો.હાઉસ કીપીંગ તરીકે કામ કરતા હિતેષ ચંદવાણીને સ્પામા આવતા જતા માણસોની સર્વીસ તેમજ કોન્ડમો પુરા પાડવા રાખ્યો હોવાનું જાણવા માર્યો છે.