Madhya Gujarat

ચારુસેટના આંગણે અમેરિકાની 17 યુનિવર્સિટી દ્વારા ફેર યોજાયો

આણંદ તા.3
ચારુસેટ કેમ્પસમાં યુએસએ યુનિવર્સિટી એજયુકેશન ફેર યોજાયો હતો. અમેરિકા સરકારની ગુજરાત સ્થિત એકમાત્ર ઓફિસ ઇન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટી દ્વારા સીડીપીસીના સંયુક્ત ઉપક્રમે અમેરિકાથી વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે વિદ્યાર્થીઓનો સીધો સંવાદ થાય તેવું આયોજન થયું હતું. કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, વિવિધ વિભાગોના ડીન, પ્રિન્સીપાલ વગેરેએ યુનિવર્સિટી એજયુકેશન ફેરની મુલાકાત લીધી હતી.
ચારૂસેટ કેમ્પસમાં યોજાયેલા એજ્યુકેશનમાં યુએસ સ્થિત 17 યુનિવર્સિટીએ ભાગ લીધો હતો. આ આ ફેરમાં 500થી વધારે વિદ્યાર્થીઓએ અમેરિકાની યુનિવર્સિટીઓના અધિકારીઓને રૂબરૂ મળી સ્કોલરશીપ, વિવિધ કોર્સ, એડમિશન પ્રોસેસ વગેરેની માહિતી લીધી હતી તેમજ કારકિર્દી માટેના પ્રશ્નો પૂછ્યા હતા અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. સીડીપીસી દ્વારા ઉચ્ચ અભ્યાસાર્થે જવા માગતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે વિવિધ કાર્યક્રમો જેમ કે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી, વીઝા કોન્સ્યુલેટનું સેશન, ખ્યાતનામ યુનિવર્સિટીઓના વકતાઓનું માર્ગદર્શન વગેરે યોજાય છે.

Most Popular

To Top