Business

રખડતાં કૂતરાંઓ માટે વાડા બનાવવા જોઈએ

રખડતાં કૂતરાંઓના કરડવાના બનાવો નિરંતર વધતા રહેતા જણાઈ આવે છે. આપણને ખબર પણ ના પડેને રખડતુ કૂતરૂ આપણને ડુચા ભરવા લાગે છે. કૂતરાંના કરડવાના કારણે હમણાં બે-ત્રણ બાળકોનાં મરણ પણ થયાં છે. આપણે ત્યાં જ નહિ ભારતભરમાં રખડતા કૂતરાંઓનો ત્રાસ વધી રહ્યો છે. આવાં રખડતાં કૂતરાં ખાસ કરીને ઉનાળામાં હડકાયા પણ થતાં હોય છે. તેઓ માણસો અને ગાય-ભેંસ જેવા પશુઓને કરડી ખાતાં હોય છે. જો સમયસર હડકાયાં કૂતરાં કરડવાનાં ઇન્જેકશનો નહિ લેવામાં આવે તો માણસો કે પશુઓને હડકવા હાલે છે.

આહડકવાના દર્દીની સ્થિત અત્યંત કરૂણાજનક બની રહેતી હોય છે અને અંતે એ વ્યકિત કરૂણરીતે મોતને ભેટતી હોય છે.આ બધી વગર નોંતરેલી ઉપાધિ રખડતાં કૂતરાંઓને આભારી છે. ઘણા લોકો કૂતરાંઓને પાળે છે. એમની સારી દેખભાળ પણ રાખે છે અને એ કૂતરાંઓ, એમના તાબામાં જ રહેતા હોય છે.  પણ જેમનો કોઇ રણી-ધણી નથી એવાં રખડતાં કૂતરાંઓ તો બિન્દાસ શેરીોમાં રખડી ખાય છે.અને આપણે લોકો એમને ધ્યાને ખાતર, રોટલો – રોટલી નાંખતા પણ હોઇએ છીએ. જેમના ઉપર આપણે દયા ખાઈએ છીએ,એ જ રખડતાં કૂતરાંઓ આપણને કરડે છે, ત્યારે આપણુ લોહિ ઉકળી ઉઠે છે. પણ ‘જીવદયા’ આડી આવતી હોવાથી આપણે કૂતરાંઓને કશી શારીરિક સજા કરતા નથી.

કૂતરાંઓના આત્રાસથી છૂટવા માટે એમની સંખ્યા ઘટાડવા માટે એમનું ખસીકરણ કરવામાં આવે છે. એ કાર્યમાં પણ અવરોધોનો આવતા જ હોય છે. આ માટે એક ઉપાય એ છે કે, શહેર બહાર વાડા બનાવવા જોઈએ. એમાં રખડતાં બધાં કૂતરાંઓને પકડીને પૂરી દેવાં જોઇએ.એમને માટે વાડામાં ખાવા-પીવાની વ્યવસ્થા વાડામાં હોવી જોઇએ. ડબામાં એટલે કે વાડામાં પૂરેલાં કૂતરાંઓમાંનાં નર કૂતરાંઓનું ખસીકરણ કરતા રહેવું જોઇએ. વાડાઓનું સંચાલન કરવા માટે પગારદાર માણસો રાખવા જોઇએ. કોર્પોરેશનો, નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોએ પોત-પોતાના વિસ્તારમાં રખડતાં કૂતરાંઓને કબજે કરવા માટે જરૂરી સંખ્યામાં વાડા બનાવતા રહેવું જોઇએ. આમ થશે તો જ રખડતાં કૂતરાંઓના ત્રાસથી બચી શકાશે.
સુરત      – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતીઓની વ્યથા
સુરત કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું. સુરતનો વિકાસ થયો પરિણામે સુરતમાં બહારથી આવેલા લોકો, કોટ વિસ્તાર બહાર વસવા લાગ્યા. ખોબા જેટલું સુરત વિશાળ સુરત બની ગયું. કોટ વિસ્તારની બહાર ગુજરાત ના અલગ અલગ જિલ્લા ના અને બિનગુજરાતી લોકોનો વસ્તી વધી ગઈ. સુરતમાં બિનસુરતી ની વસ્તી વધતા અસ્સલ સુરતીઓ લઘુમતીમાં આવી ગયા છે. કોટ વિસ્તારમાં રહેતા સુરતીઓ પણ સુરતના અલગ અલગ જગ્યાએ વિસ્તર્યાં છે. ત્યાં મિશ્ર વસ્તી હોવાના કારણે મૂળ સુરતી અસંગથિત છે. થોડા સમય પહેલા અલથાણ કેનાલ રોડ પર આવેલી ચાર બિલ્ડીંગની હાઉસિંગ સોસાયટીમાં સુરતીઓ અને બિનસુરતીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

વિવાદના કારણે ગણપતિ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવ માં એકજ સોસાયટીમાં બે ભાગ થઈ ગયા હતા. હાલમાં એક સુરતીને ત્યાં દીકરીના લગ્ન પ્રસંગ માં સોસાયટીમાં મંડપ બાંધવામાં આવ્યો હતો. જે મંડપ છોડાવવાની ફરજ પાડવામાં આવી હતી. અને સોસાયટીમાં લગ્ન પ્રસંગ કરવા દેવામાં આવ્યો નહી. આ પરિવારે સોસાયટીના કમ્પાઉન્ડ બહાર જાહેર રસ્તા પર મંડપ બાંધી લગ્ન પ્રસંગ પાર પાડ્યો હતો. આ ઘટના સુરતીઓ માટે આઘાતજનક છે.! કોટ વિસ્તારમાં ઘર આંગણે લગ્ન યોજવાની પરંપરા છે અને સ્વતંત્રતા છે. જે કોટ વિસ્તાર બહાર આપણી સ્વતંત્રતા ગુમાવી રહ્યા છે.!
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top