SURAT

કાપોદ્રાના અડ્ડા પર દારૂ પીધા બાદ વરાછાના રત્નકલાકાર સાથે આવું થયું..

સુરત: વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને દારૂ પીવાની ટેવ ભારે પડી છે. નિયમિત ક્રમ અનુસાર રત્નકલાકાર દારૂ પીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા પાસે લિફ્ટ માગી હતી અને આ ભૂલ તેને ખૂબ જ મોંઘી પડી હતી. રત્નકલાકાર સાથે એવી ઘટના બની કે તે હવે ક્યારેય કોઈ પાસે લિફ્ટ માંગશે નહીં.

વરાછા ખાતે રહેતા અને દારૂની કુટેવ ધરાવતા રત્નકલાકારે દારૂ પીધા પછી બે અજાણ્યાઓને મોપેડ પર મિત્રના ઘરે છોડવા મદદ માંગી હતી. બંને અજાણ્યાઓએ અધવચ્ચે મોપેડ ઉભી રાખીને રત્નકલાકારને માર મારી લુંટી લીધો હતો. પોલીસે ફરિયાદ દાખલ વધારે તપાસ હાથ ધરી છે.

વરાછા ખાતે બરોડા પ્રિસ્ટેઝની પાસે ઉર્મી રો-હાઉસમાં રહેતા 25 વર્ષીય આશીષભાઇ પરબરતભાઇ લુખી રત્નકલાકાર છે. તેમને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યાઓની સામે લુંટની ફરિયાદ નોંધાવી છે. આશીષભાઈ દારૂની કુટેવ ધરાવે છે. ગત 26 માર્ચે તેઓ બપોરે મોપેડ ઉપર કાપોદ્રા લક્ષ્મણનગર તરફ દારૂ પીવા ગયા હતા.

જ્યાં મળેલા અજાણ્યાએ પોતાની ઓળખ કેતન ખેની તરીકે આપી હતી. તેમની વચ્ચે હીરાની લે વેચની વાત થઈ હતી. તેની પાસેથી આશરે બે કેરેટનો શીલ મારેલા હીરાનું પેકેટ 25 હજારમાં લેવાનું નક્કી થયું હતું. આશીષે તેના એટીએમમાંથી 5 હજાર એડવાન્સ આપ્યા હતા. બાકીના 20 હજાર બીજા દિવસે આપાવાની વાત થઈ હતી. બાદમાં આશીષે વધારે નશો કરી લેતા ઘરે ખબર ન પડે તે માટે ત્યાં બે અજાણ્યાઓ પાસે મદદ માંગી હતી.

અજાણ્યાઓને આશીષે મોટા વરાછા રામચોક પાસે તેના મિત્રના ઘરે છોડી આપવા કહ્યું હતું. મોપેડ ઉપર ત્રણ સવારી નીકળ્યા હતા. નશામાં હોવાથી અજાણ્યાઓએ મોટા વરાછામાં ક્યાંક મોપેડ ઉભી રાખી હતી. અને બંનેએ તેને ગાલ ઉપર તમાચા માર્યા હતા. અમે માર મારી આશીષનું બ્રેસલેટ, મોબાઈલ ફોન, બ્લ્યુટૂથ, હીરાનું પેકેટ મળીને 60 હજીરની મત્તા કાઢી લઈ ભાગી ગયા હતા.

આશીષની ઘરની બીક લાગતી હોવાથી તે વેસુ ખાતે આવેલી હોટલમાં જતો રહ્યો હતો. બીજા દિવસે ઘરે હતો ત્યારે રીક્ષામાં જતી વખતે ફરી બે અજાણ્યાઓને જોયા હતા. અને આ બંને એને તો હજુ મારી નાખવાનો છે તેમ કહેતા હતા. તેમની વાત સાંભળીને ડરી ગયેલા યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top