કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સુરક્ષામાં શનિવારે 20 જુલાઈના રોજ મોટી ખામી સામે આવી છે. ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા ઝારખંડના રાંચી પહોંચેલા અમિત શાહના કાફલાનો કેટલાક લોકોએ પીછો કર્યો હતો. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ લોકો નશામાં હતા.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા હટિયા ડીએસપી પ્રમોદ કુમાર મિશ્રાએ જણાવ્યું કે આ લોકો કાફલામાં પ્રવેશી શક્યા ન હતા. તેમણે કહ્યું કે તે લોકો ખૂબ જ ઝડપથી બાઇક ચલાવીને કાફલાનો પીછો કરી રહ્યા હતા. તે લોકો નશામાં હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા હતા. જ્યારે તેમનો કાફલો બિરસા મુંડા એરપોર્ટથી સ્થળ માટે રવાના થયો ત્યારે બાઇક પર સવાર બે યુવકો કાફલામાં ઘૂસી ગયા હતા.
જો કે પોલીસે બંને યુવાનોની તુરંત ધરપકડ કરી લીધી હતી. ANI સાથે વાત કરતા ડીએસપીએ ધરપકડ કરાયેલ યુવકને સમગ્ર મામલો જણાવવા કહ્યું. જેના પર યુવકે નશામાં હોવાની કબૂલાત કરી હતી. ડીએસપીએ કહ્યું કે સુરક્ષામાં ક્ષતિનો આવો કોઈ મામલો નથી. યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.