SURAT

CCTV: સુરતમાં રખડું કૂતરાંએ નાની બાળકીનો ગાલ કરડી ખાધો

સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક માસૂમ નાની બાળકીને કૂતરું કરડ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રખડતું કૂતરું નાની બાળકી પર હુમલો કરી તેના ગાલમાં બચકું (Dog Bite) ભરે છે. આસપાસના રહીશો ત્યાં પહોંચે ત્યાર બાદ પણ કૂતરો બાળકીને છોડતો નથી અને વારંવાર હુમલો કરવાનો પ્રયાસ કરતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે હુમલાખોર કૂતરાને પકડી પાડવા તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  • સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તાર ની ઘટના.
  • હંસ સોસાયટીમાં નાની બાળકી ને ગાલ પર કૂતરાએ બચકું ભર્યું
  • નાની બાળકી ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
  • કૂતરા દ્વારા નાની બાળકીને કારડવાની ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ
  • તાત્કાલિક કૂતરાને પકડવા અધિકારી ને જાણ કરી
  • ટીમ દ્વારા કૂતરા પકડવાનું ઓપરેશન પાર પાડ્યું

આ ઘટના સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારમાં બની છે. અહીંની હંસ સોસાયટીમાં રહેતી એક નાની બાળકીને ગાલ પર કૂતરાંએ બચકું ભર્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે એક કૂતરું જઈ રહ્યું છે, તેની પાછળ બાળકી બાળસહજ રમતિયાળ વૃત્તિના પગલે તેની પાછળ દોડે છે, ત્યારે બાળકીને પાછળ દોડતી જોઈ કૂતરો હિંસક બને છે અને તેની પર હુમલો કરી દે છે. શિકારી કૂતરો બાળકીના મોંઢા પર બચકું ભરે છે અને બાળકીને જમીન પર પાડી દે છે. લગભગ 22 સેકન્ડ સુધી કૂતરો બાળકીને ચૂંથતો રહે છે.

કૂતરું કરડ્યા બાદ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યારે કૂતરાને પકડી પાડવામાં આવ્યો હતો.

બાળકીના રડવાના અવાજના પગલે આસપાસના રહીશો દોડી આવે છે. એક મહિલા કૂતરાની ઝપેટમાં ફસાયેલી બાળકીને બચાવવા દોડી જાય છે, ત્યારે કૂતરો બાળકીને છોડે છે, પરંતુ ત્યાર બાદ ફરી બાળકી અને તે મહિલા પર હુમલાનો પ્રયાસ કરે છે. દરમિયાન અન્ય રહીશો દોડી આવતા કૂતરો ભાગી જાય છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રહીશો બાળકીને તેના પરિવારજનોને સોંપે છે. બાળકીના ગાલ પર મસમોટું બાચકું કૂતરાંએ ભરી દીધું હોય છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યારે હિંસક શિકારી કૂતરા અંગે સ્થાનિક રહીશો તંત્રને જાણ કરતા કૂતરાંને પકડી પાડવાનું ઓપરેશન શરૂ કરાય છે અને કૂતરાંને પકડી પાડવામાં આવે છે.

Most Popular

To Top