Vadodara

રાત્રી બજારમાં દુકાન પેટા ભાડે આપતા વિવાદ સર્જાયો

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ વેપારીઓ પેટા ભાડુઆત રાખી તગડું ભાડું લેતા હોય છે. એટલું જ નહીં રાત્રી બજારમાં ગેરકાયદે દબાણ પણ વધી ગયા છે છતાં. પાલિકાના વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર શું ધ્યાન રાખે છે. પાલિકા માં રામરાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ. શહેર ના કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજાર પાલિકાએ કોરો ના કાળ દરમિયાન ધંધો ના ચાલતા અને વેપારીઓ ની રજુઆત ને જોતા પાલિકા એ વેપારીઓનું 50% ભાડું અને 100 ટકા વ્યાજ માફ કર્યું હતું અને તેમાં કેટલાક દુકાન વેપારી એવા છે કે પેટા ભાડવાત રાખીને તગડું ભાડું વસૂલ કરે છે અને કોરો ના કાળ દરમિયાન પણ ભાડું વસુલ કરવામાં આવ્યું છે એવો એક વિવાદ સામે આવ્યો છે.

કેટલીક દુકાનો જ કેવી છે કે જેના મૂળ ભાડુઆત જ દુકાનો ચલાવે છે બાકીની દુકાનો પેટા ભાડુઆત તરીકે આપી ગઈ પાલિકા જે ભાડું વસૂલ કરે છે તેના કરતાં બમણું ભાડું વેપારીઓ વસુલ કરીને તગડી કમાણી કરે છે.પાલિકા ના નિયમો પ્રમાણે પેટા ભાડુઆત રાખી શકાય નહીં તેમજ દુકાનની બહાર ટેબલ ખુરશીઓ રાખી શકાય નહીં તેના નિયમો નો વેપારીઓ ખુલ્લેઆમ ભંગ કરે છે. છતાં પણ પાલિકા કોઈ કાર્યવાહી કરતું નથી. તે વિસ્તારના વોર્ડ ઓફિસર , રેવન્યુ ઓફિસર સુ કામગીરી કરી રહ્યા છે સુ એ લોકો સ્થળ તપાસ નહિ કરતા. ખરેખર જો વેપારી દ્વારા પાલિકાના શરત ભંગ કરવામાં આવતી હોય તેવી દુકાન નો કબજો પાલિકાએ લઈ લેવો જોઈએ.

Most Popular

To Top