ક્રિ કેટની રમતમાં જે પરંપરાગત ફોર્મેટ છે તે ટેસ્ટ ક્રિકેટ રમવામાં ઘણાં ખેલાડીઓ એટલા ઉત્સુક રહેતા નથી જેટલા તેઓ ટી-20 લીગ ક્રિકેટ રમવા બાબતે ઉત્સુક હોય છે. હાલની આ સ્થિતિને માટે જો કોઇ જવાબદાર હોય તો તે બીજું કોઇ નહીં પણ ક્રિકેટ વ્યવસ્થાપકો જ છે. જેઓ પોતે પણ ટેસ્ટ ક્રિકેટના ફેલાવા બાબતે અને તેને વધુ લોકપ્રિય બનાવવા માટે જરૂરી પગલાં ભરતા અચકાઇ રહ્યા છે. કેટલાક દેશો જાતે નવા વિચારો અમલમાં લાવીને ટેસ્ટ ક્રિકેટને પિન્ક બોલ ટેસ્ટમાં ફેરવીને ફ્લડલાઇટ્સ હેઠળ તેને રમાડતા થયા અને તેના કારણે ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા થોડી વધી છે, પણ તે છતાં હાલમાં સ્થિતિ એવી છે કે ટેસ્ટ ક્રિકેટને ફટાફટ ક્રિકેટ તરીકે ઓળખાતા ટી-20 અને વન ડે તરફથી મોટો પડકાર મળી રહ્યો છે.
હાલમાં જ રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની નોટિંઘમ ટેસ્ટમાં છેલ્લા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોએ ચમત્કારિક ઈનિંગ રમીને ઈંગ્લેન્ડને જીત અપાવી હતી. તેની આ ઇનિંગથી બેન સ્ટોક્સની એ વાતની પુષ્ટિ થઈ હતી જે તેણે કેપ્ટનશિપ બાબતે કહી હતી. બેન સ્ટોક્સે કહ્યું હતું કે ઈંગ્લેન્ડે વધુ આક્રમક બનવાની જરૂર છે. જો રૂટના આશંકિત નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડની ટીમની જેટલી વધુ ટેકનિકલ નિષ્ફળતા હતી, ઇંગ્લેન્ડના નવા કેપ્ટનના આગમન સાથે તેનાથી વધુ મજબૂત વલણ ધરાવતી ટીમ હવે વધુ પોઝિટિવ બની હોવાનું આ વાક્ય દર્શાવી રહ્યું હતું.
માજી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઈયાન ચેપલનું માનવું છે કે ક્રિકેટ પ્રશાસકો ટેસ્ટ ક્રિકેટને હાંસિયામાં ધકેલી દેવાના વલણ ધરાવે છે. ઇયાન ચેલલના મતે આ મહિનાની શરૂઆતમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને વિશ્વભરમાં T20 ક્રિકેટના ઝડપી વિસ્તરણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે અમે ટી-20ના ફેલાવા બાબતે વધુ કંઇ કરી શકીએ તેમ નથી. તેમનું નિવેદન ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેની તેમની ઉદાસીનતા દર્શાવતું હોવાનો મત ઇયાન ચેપલ ધરાવે છે.. ઈયાન ચેપલ પહે્લાથી જ T-20 ક્રિકેટને ટેસ્ટ ક્રિકેટ માટે મોટું જોખમ ગણાવે છે.
બાર્કલેએ એમ પણ કહ્યું હતું કે T-20ની લોકપ્રિયતાને કારણે દ્વિપક્ષીય ક્રિકેટને નુકસાન થશે. જો T-20 ક્રિકેટ આગળ વધે છે, તો સંચાલકોના મતે રમતના આ લાંબા ફોર્મેટને નુકસાન થશે. આ બાબત મોટાભાગના ક્રિકેટ વ્યવસ્થાપકોની મુખ્ય સમસ્યાને રેખાંકિત કરે છે – તેઓ મોટાભાગે વર્તમાન અને નિવૃત્ત ખેલાડીઓના અભિપ્રાયને મૂક માને છે. સકારાત્મક હેતુ સાથે વિકાસ કરવા માટે, ક્રિકેટ વહીવટીતંત્રોએ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના સંગઠનોની છત્ર સંસ્થા એવી FICA સાથે નજીકથી કામ કરવું જોઈએ. પરંતુ તેઓ એવું ઇચ્છતા હોય તેવું લાગતું નથી. દાખલા તરીકે, ભારત, અત્યાર સુધીનું સૌથી મોટું ક્રિકેટ રાષ્ટ્ર એવા ભારતમાં આશ્ચર્યજનક રીતે ખેલાડીઓનું સંગઠન નથી.
જ્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા કેપ્ટન મેગ લેનિંગે બાર્કલેના નિવેદનનું ખંડન કર્યું ત્યારે તેણે કહ્યું હતું કે આપણે મહત્વાકાંક્ષી બનવા માંગીએ છીએ, ક્રિકેટ પ્રશાસન મહત્વાકાંક્ષી સિવાય બીજું કંઈ છે; તેઓ માત્ર પેસાનું અનુસરણ કરે છે અને ઘણી વખત એવી પગલાં ભરવાથી દૂર રહે છે જે રમતના શ્રેષ્ઠ હિતમાં હોય છે. ક્રિકેટ સંચાલકોએ ઘણાં સમય પહેલા જ એક સમાવિષ્ટ ચર્ચાનું આયોજન કરવું જોઈએ જેથી ટેસ્ટના ભાવિ અંગે યોજના તૈયાર કરી શકાય.. રમત હંમેશા વર્તમાન ખેલાડીઓ અને ચાહકો પર નિર્ભર કરે છે, વિવિધતા પર નહીં. જો ટેસ્ટ ક્રિકેટના આધુનિક ફોર્મેટમાં મનોરંજન પૂરું પાડવા માટે તેને ઓછા દિવસોમાં રમાડવા અને વધુ આક્રમક અભિગમનો સમાવેશ થાય છે, તો જૂની બ્રિગેડે તે માટે રડવું ન જોઇએ.
તેનાપરિણામે એડમિનિસ્ટ્રેટર્સ વધુને વધુ T-20 ક્રિકેટનું પ્રોગ્રામિંગ કરે છે. ટેસ્ટ ક્રિકેટ મર્યાદિત બની ગયું છે. જોકે ઘણા યુવા ક્રિકેટરોએ જાહેરમાં કહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટ શ્રેષ્ઠ છે. ઘણા ખેલાડીઓ મોટા ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આમ હોવા છતાં, તેમની સંખ્યા મર્યાદિત છે. ચેપલ કહે છે કે ટેસ્ટ અને 50 ઓવરની ક્રિકેટ બંને ખૂબ સારા ફોર્મેટ છે. જો સારું રમાય તો તે વધુ મનોરંજન પુરૂ પાડે છે. આજકાલ ક્રિકેટમાં વધુ સારી બેટ અને ટૂંકી બાઉન્ડ્રી સાથે પાવર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેમાં બોલરોની સ્થિતિ દયનીય બની જાય છે. જો બાર્કલી જેવા લોકો તેમના પ્રયાસમાં સફળ થશે, તો T-20 ક્રિકેટને વધુ વિસ્તરશે. જો આવું થાય છે, તો તેનો અર્થ એ થશે કે યુવા ખેલાડીઓને એવી ટેકનિક પસંદ કરવાની ફરજ પાડવામાં આવશે જે સારી રમતને બદલે આકર્ષક T-20 કોન્ટ્રાક્ટ ઓફર કરતી હોય.