Madhya Gujarat

વિરપુરના ભરોડી ગામે 2 વરસથી કુવામાં પડેલા મગરનું રેસક્યુ કરાયું

મલેકપુર : વિરપુર તાલુકાના ભરોડી ગામે બે વર્ષ પહેલા 80 ફુટ ઉંડા કુવામાં પડેલા મગરને બે દિવસની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો. આ મગરને કુવામાંથી બહાર કાઢવા અનેક સંસ્થાઓએ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને સફળતા મળતી નહતી. આખરે નેચર હેલ્પ ફાઉન્ડેશના પ્રયાસથી મગર બહાર કાઢી શકાયો હતો. વિરપુર તાલુકાના ભરોડી ગામે બે વર્ષ પહેલા કુવામાં પડેલા મગરને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. ભરોડી ગામના વણકર રમણભાઈના ખેતરમાં આવેલા ૮૦ ફુટ ઉંડા કુવામાં મગર પડયો હતો.

આ મહાકાય મગરને પકડવા માટે અનેક સંસ્થાઓ દ્વારા રેસ્કયુ કરાયું હતું. પરંતુ મગર પકડમાં આવતો ન હોવાથી દાહોદ જીલ્લાની નેચર હેલ્પ ફાઉન્ડેશને જાણ કરવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મહાકાય મગરને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. બે દિવસથી સતત ચાલેલા આ રેસ્કયુ મોટી સફળતા મળી હતી. નેચર હેલ્પ ફાઉન્ડેશન દસ જેટલા કર્મીઓ મહેનત બાદ મહાકાય મગરને પકડી પાડવામાં આવ્યો હતો. કૂવામાં પડેલા મગરને બહાર કાઢ્યાં બાદ મહિસાગર નદીમાં સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top