વડોદરા: વડોદરા (Vadoara) જિલ્લાના પાદરા (padara) તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં એક યુવાનનો પગ લપસી જતાં યુવાન નદીમાં (River) પડી ગયો હતો. યુવાન નદીમાં પડતાં જ મગર (Crocodile) તેને ખેંચી ગયો હતો. યુવાને મગરના ચૂંગાલમાંથી બચાવાના ખૂબ પ્રયાસો કર્યા હતા. ધમપછાડા કર્યા બાદ યુવકે તેનો જીવ ગૂમાવ્યો હતો. મગર બે કલાક સુધી નદીમાં યુવકનો મૃતદેહ લઈને ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા મગરનો વીડિયો ઉતારી વાયરલ કરાયો છે. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે યુવાનને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું છે.
- વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી નદીમાં ફરતા મગરે યુવકને ખેંચી લીધો
- યુવકનો પગ નદીમાં લપસી જતા મગર યુવકને ખેંચી ગયો
- સતત બે કલાક સુધી મગર યુવકના મૃતદેહને લઈને ફરતો રહ્યો
નદીમાં પડી જતા મગર યુવકને ખેંચી ગઈ
પાદરા તાલુકાના સોખડારાઘુના રહેવાસી ઈમરાન દીવાન મજૂરી કામ કરતો હતો. તે કંઈક કામ અર્થે ઢાઢર નદી કિનારે ગયો હતો. જ્યાં અચાનક જ તેનો પગ લપસી જતા તે નદીમાં પડી ગયો હતો. નદીમાં પડતા જ મગરે તેની હુમલો કર્યો હતો.30 વર્ષીય ઈમરાને મગરના ચૂંગલમાંથી નીકળવાના અનેક પ્રયત્નો કર્યો હતો. છેવટે મગરને તેનો જીવ લીધો હતો. ઢાઢર નદીમાં મગર સતત બે કલાક સુધી યુવકનો મૃતદેહ લઈ ફરતો રહ્યો હતો. સ્થાનિકોને આ વાતની જાણ થતા સ્થાનિકો નદી પાસે પહોંચી આવ્યા હતા. સ્થાનિકો મગરના મોં મૃતદેહ જોઈ ચોંકી ગયા હતા. સ્થાનિકોએ તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા જિલ્લામાં 1000 જેટલા મગર છે
આ અગાઉ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વલવા ગામે દેવ નદીના કિનારેથી મગર એક કિશોરીને ખેંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે બે દિવસ બાદ ઉંચા ઘઆસમાંથી કિશોરીનો મૃતદેહ કાઢ્યો હતો. ગ્રામજનોના કહ્યા મુજબ દેવ નદીમાં 50 જેટલા મગર છે. આ સિવાય વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર હોવાનું સામે આવ્યું છે. તેમજ આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે 1000 મગર છે.