વડોદરા : શહેરના હરણી વિસ્તારમાં આવેલી ગોલ્ડન ચોકડી પાસેથી કન્ટેનરમાંથી SMC એ પકડી પાડવામાં આવેલા રૂ.18.30 લાખની કિંમતના વિદશી દારૂના જથ્થાના પ્રકરણને લઈ એક બાદ એક નવા પડાવ આવી રહ્યા છે. જેમાં તપાસ સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ પાસેથી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાઈ હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર આગળ વધાર્યો છે. અને દારૂ કોને ભરાવ્યો, કોની માટે ભરાવ્યો વગેરે સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે. ગત તા.11 એ SMC દ્વારા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોલ્ડન ચોકડી માજીસા હોટલ પાછળથી એક કન્ટેનરમાંથી રૂ.18.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે કન્ટેનરમાંથી ડ્રાઈવર અશોકસીંગ ઝડપાયો હતો. અને શહેરમાં લાંબા સમય બાત દારૂના ધંધામાં સંડોવાયેલી સીંધી લોબીના વિજુ સીંધી, લાલુ સીંધી, સુનીલ ઉર્ફે અદો સહિતના છ જણાના નામ ખુલ્યા હતા.
જોકે આ સમગ્ર કેસ અગાઉથી જ ચર્ચામાં રહ્યો છે. જેમાં શરૂઆતમાં કન્ટેનરનો ડ્રાઈવર અશોકસીંગ ઝડપાયો ત્યારે હરણી પોલીસ પ્રમાણે પ્રાથમિક પુછપરછમાં તે દારૂને લઈ સોનું રાજપુત તથા ગોપાલ મારવાડીનું નામ જણાવતો હતો. અને SMCએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં વિજુ, લાલુ, અદાનું નામ ખુલ્યુ હતું. સાથે તપાસ અગાઉ સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ પાસે હતી. અને તે બાદ કોઈ અજ્ઞાતના કારણોસર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાઈ હતી. જોકે હાલ કન્ટેનરમાંથી પકડાયેલો ડ્રાઈવર અશોકસીંગ ચાર દિવસના પોલીસ રીમાન્ડ ઉપર છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી ડ્રાઈવરને લઈ સાથે રાજસ્થાન તરફ ગઈ હોવાનું જાણવા મળ્યુ હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહત્વના મુદ્દાઓ જેમાં આ દારૂ ક્યાંથી ભરાયો, કોને ભરાયો, કોની માટે ભરાયો સહિતના મુદ્દાઓ પર તપાસ કરવાનું આરંભ્યુ છે. તે કારણે ડ્રાઈવરને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ કેસને લઈ અન્ય ઘણા મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.