બોરસદ તા.29
બોરસદ શહેર પોલીસે કનેરા સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડી જાહેરમાં ગાયની કતલ કરી ગૌમાંસ વેચવા માટેનો કારસો પકડી રાખ્યો હતો. આ ઘટનામાં પોલીસે પાંચ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
બોરસદ શહેર પોલીસને બાતમી મળી હતી કે, કનેરા સીમમાં આવેલા આમિરબેગ અબ્દુલબેગ મિર્ઝાના ખુલ્લા ખેતરમાં ગૌવંશ કતલ થઇ રહી છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી 27મી જાન્યુઆરી,24ના રોજ મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઇમરાન ઉર્ફે મુરઘો સિકંદર કુરેશી (રહે. કસાઇવાડો, રબારી ચકલા, બોરસદ) તથા ઇકબાલ ઉર્ફે ઇબલી સિકંદર કુરેશી (રહે. કસાઇવાડો, રબારી ચકલા, બોરસદ),આમિરબેગ અબ્દુલબેગ મિરઝા (રહે.રબારી ચકલા, બોરસદ)ને પકડી પાડ્યાં હતાં. જ્યારે શાહરૂખ ઉર્ફે લેન્ડવઇ સિદ્દીક કુરેશી (રહે. રબારી ચકલા, બોરસદ) ભાગી ગયો હતો. બોરસદ પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ જાહેરમાં લોકોની લાગણી દુબાઇ તે રીતે ગાયને ગળાના ભાગેથી કટીંગ કરી મારી નાંખી તથા ગૌમાંસ વેચવા પ્રયત્ન કર્યો હતો. આ ગૌમાંસ ખરીદવા ઇસ્માઇલ ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમ ખાટકી (રહે. ગોરવા, વડોદરા) આવ્યો હતો. જોકે તે ભાગી ગયો હતો.
બોરસદ શહેર પોલીસે સ્થળ પરથી મૃત ગાય, મોબાઇલ, સ્કુટર સહિત કુલ રૂ.56 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઇમરાન ઉર્ફે મુરઘો સિકંદર કુરેશી, ઇકબાલ ઉર્ફે ઇબલી સિકંદર કુરેશી, આમિરબેગ અબ્દુલબેગ મિરઝા, શાહરૂખ ઉર્ફે લેન્ડવઇ અને ઇસ્માઇલ ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમ ખાટકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોરસદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગૌવંશ કતલનું રિતસર નેટવર્ક ચાલી રહ્યું છે. હજુ ગયા મહિને જ પોલીસે દરોડો પાડ્યો હતો. આમ છતાં આ પ્રવૃત્તિ ધમધમી રહી છે.
બોરસદમાં ગાયની કતલ કરાઈ
By
Posted on