Top News

યુક્રેનમાં હવાઈ હુમલા વચ્ચે એક કપલે લગ્ન કર્યા, લગ્ન બાદ દેશની સુરક્ષાના પ્રયાસોમાં જોડાયા

નવી દિલ્હી: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચે યુદ્ધ (war) ચાલી રહ્યું છે. રશિયાના હુમલા બાદ ઘણી ભયાનક તસવીરો આપણી સામે આવી રહી છે પરંતુ યુદ્ધની કેટલીક તસવીરો આપણને ભાવુક કરી દેનારી છે. આવી જ એક તસવીર યુક્રેનની રાજધાની કીવમાંથી સામે આવે છે. રશિયાના ફાઈટર જેટ (fighter jet) જ્યારે યુક્રેનની રાજધાની કીવ (Kyiv)પર બોબ્મ, મિસાઈલ ફેંકી રહ્યાં હતા ત્યારે એક કપલ લગ્નના (Marriage) બંધન બંધાઈ રહ્યું હતું.

યારયાના એરિએવા અને તેમના પાર્ટનર સ્વિયાટોસ્લાવ ફર્સિને કીવના સેન્ટ માઈકલ મોનેસ્ટ્રીમાં લગ્ન કર્યા છે. CNNએ આ લગ્નનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં લગ્નની વિધીઓ પ્રમાણે ચર્ચમાં લગ્ન થઈ રહ્યા છે જ્યાં એક તરફ ચર્ચનો બેલ વાગી રહ્યો છે તો બીજી તરફ હવાઈ હુમલાથી સાવધાન રહેવા માટે સાયરનનો અવાજ સંભળાય રહ્યો છે. એરિએવાએ CNNને કહ્યું, જ્યારે લગ્નની વિધીઓ પૂરી કરી રહ્યા હતા ત્યારે તે જ સમયે કાનમાં હવાઈ સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે બધું ઘણું જ ભયાનક હતું. એરિએવા કીવ સીટિ કાઉન્સિલમાં ડેપ્યુટી પદે છે. તેમને કહ્યું, આ મારી લાઈફની સૌથી ખુશી અને મહત્વની ક્ષણ હતી, કે આવા સમયે તમે બહાર જાવ છો અને તમને આ સાયરન સાંભળવા મળે છે.

પ્રોટેસ્ટ દરમિયાન મુલાકાત, યુદ્ધ વચ્ચે લગ્ન
યુક્રેન અને રશિયન સેના વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. રશિયનનો નિશાનો યુક્રેનની રાજધાની કીવ પર છે. રશિયાનો દાવો છે કે તે કીવથી માત્ર થોડાક અંતર પર છે. રશિયા યુક્રેનની રાજધાની કીવ પર સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. યુદ્ધની ગંભીર પરિસ્થિતિમાં એક કપલ લગ્નગ્રંથિમાં જાડાયું હતું. ભયાનક માહોલની વચ્ચે લગ્ન કરનાર 21 વર્ષની એરિએવા અને 24 વર્ષના સ્વિયાટોસ્લાવની પહેલી મુલાકાત પણ આવી ભયાનક પરિસ્થિતિમાં થઈ હતી. આ બંનેની પહેલી મુલાકાત ઓક્ટોબર 2019માં કીવના સેન્ટર એરિયામાં એક પ્રોટેસ્ટ દરમિયાન થઈ હતી. સ્વિયાટોસ્લાવ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે પૂછવામાં આવ્યું કે યુદ્ધાના આ વાતાવરણમાં લગ્ન કરવાનો નિર્ણય કેમ લીધો, તો આ કપલે જણાવ્યું કે અમને અંદાજો નથી કે અમારું ભવિષ્ય શું હશે?

યુદ્ધ જાહેર થતાં બધું બદલાઈ ગયું
કપલે જણાવ્યું હતુ કે ગત વર્ષે 6 મેનાં રોજ મેરેજની તારીખની નક્કી કરાવામાં આવી હતી. તેઓએ મેરેજની પ્લાનિંગની વાત કરતા જાણાવ્યું હતું કે સેલિબ્રેશન ડનિપર નદીના કિનારે એક સુંદર રેસ્ટોરન્ટમાં થવાના હતા. તેમણે પોતાના લગ્નના સપના અંગે કહ્યું કે આ ઘણું જ સુંદર થઈ શકત. ફક્ત અમે જ હોત, નદી અને મનમોહક લાઈટ્સની વચ્ચે અમે લગ્નગ્રમથિમાં જોડાવવાના હતા પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે સવારે યુક્રેન વિરૂદ્ધ વોર શરૂ કરવાની જાહેરત કરી અને બધું અચાનક જ બદલાઈ ગયું.

પહેલાં દેશની સુરક્ષા કરીશું પછી લગ્નનો જશ્ન મનાવીશું
યુક્રેનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જ્યારે કપલ યુક્રેનની પરિસ્થિતિ અંગે કહ્યું કે સિચ્યુએશન ઘણી જ ખરાબ છે. અમે અમારા દેશ માટે લડવા જઈ રહ્યાં છીએ. કદાચ અમે મરી પણ શકીએ છીએ. તેથી કઈ આવું બને તે પહેલાં અમે સાથે રહેવા માગીએ છીએ. એરિએવા અને સ્વિયાટોસ્લાવ ગુરૂવારે લગ્ન કર્યા પછી તરત જ લોકલ ટેરિટોરિયલ ડિફેન્સ સેન્ટર પહોંચી ગયા, જ્યાં તેઓ પોતાના દેશને બચાવવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં જોડાય ગયા હતા. એરિએવાએ કહ્યું- આપણે જેમને પ્રેમ કરીએ છીએ અને જે જમીન પર રહીએ છીએ, તેની રક્ષા કરવી જરૂરી છે. હું બધું જ ફરી હેમખેમ થશે તેવી આશા રાખું છું, પરંતુ હું મારા દેશની રક્ષા માટે બધું જ કરી શકું છું.

Most Popular

To Top