National

કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તો ભાગી 20 કિમી દૂર ગામમાં પ્રવેશ્યો, વીડિયો આવ્યો સામે

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાંથી (Kuno National Park) એક ચિત્તો (Cheetah) ભાગીને રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. 20 કિમી દૂર ગામની સરહદ નજીક ચિત્તો દેખાતા ગ્રામજનો ચિત્તાને જોવા માટે દોડી ગયા હતા. આ ઘટના અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.

મળતી માહિતી અનુસાર કુનો નેશનલ પાર્કમાં 70 વર્ષ બાદ દેશની ધરતી પર આવેલા ચિત્તાઓએ રવિવારે હંગામો મચાવ્યો છે. આ સાથે કુનો પાર્કની હદ વટાવીને ચિત્તો નજીકના ગામડાઓમાં આવી પહોંચ્યો હતો. આ જ કારણ છે કે હવે ચિત્તાઓના ગામની સીમા નજીક દેખાતા ગ્રામજનોમાં ખળભળાટ જોવા મળ્યો હતો. જેના કારણે વન વિભાગની મુશ્કેલીઓ પણ વધવા લાગી છે. કુનો પાર્કથી કેટલાંક કિલોમીટર દૂર ઝાર બરોડા અને ઇકલોદ ગામોમાં રવિવારે ચિત્તાની ઓળખ થઈ હતી. જ્યાં એક નર ચિત્તો ઓબાણ ગામને અડીને આવેલા ખેતરોમાં આવી પહોંચ્યો હતો.

આ સમાચાર ફેલાતાં જ ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા અને જંગલી પ્રાણીની શોધખોળ શરૂ કરી દીધી. તે જ સમયે, ક્ષણે ક્ષણે પ્રાણીઓ પર દેખરેખ રાખતી ટીમ અને વન સ્ટાફ પણ ચિત્તાને કુનોના જંગલમાં સુરક્ષિત રીતે પરત લાવવામાં વ્યસ્ત છે. ખાસ વાત એ છે કે પહેલીવાર ખુલ્લામાં રખડતો ચિત્તો વીડિયો કેમેરામાં કેદ થયો હતો.

11મી માર્ચે કુનો પાર્કના વિશાળ બિડાણમાંથી બહાર કાઢીને ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલા નર ચિત્તા ઓબાને જાણે આઝાદી મળી ગઈ હોય તેમ એટલી ઝડપી તે જંગલમાંથી ભાગ્યો કે ગામની નજીક આવ્યો પહોંચ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચિત્તો ગામમાંથી પસાર થતા ઘઉંના ખેતરોમાં ઘુસી ગયો હતો. આ જોઈને ગ્રામજનો ગભરાઈ ગયા અને લાકડીઓ વડે જંગલી પ્રાણીને શોધવા લાગ્યા હતા. આ સાથે જ કુનોની મોનિટરિંગ ટીમ અને અધિકારીઓ પણ ઝાર બરોડા પહોંચી ગયા છે અને ચિત્તા ઓબાનને પરત લઈ જવા માટે ઓપરેશન શરૂ કર્યું છે.

આ ઘટના અંગે પીસીસીએફ વાઇલ્ડલાઇફ જસવીર સિંહ ચૌહાણે કહ્યું કે,નામીબિયન ચિત્તા ઓબાન કુનો પાર્કની સીમા રેખા ઓળંગીને વિજયપુર વિસ્તારના ઝાર બરોડા અને ગોલીપુરા ગામોમાં પહોંચી ગયો છે. ચિત્તાની દરેક હિલચાલ પર અમારી નજર છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. અમારી ટીમો ચિત્તાની નજીક છે. તેને પાર્કના ખુલ્લા જંગલમાં લઈ જવામાં આવશે. જો તે પોતે ન જઈ શકે, તો તેને પકડીને લઈ જવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 8 નામીબિયન ચિત્તાઓને પહેલા ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા હતા અને પછી તબક્કાવાર રીતે મોટા એન્ક્લોઝરના અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને પાર્કના ખુલ્લા જંગલોમાં છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3 નર અને એક માદા નામીબિયન ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નામિબિયાથી લાવીને કુનો નેશનલ પાર્કમાં સ્થાયી થયેલા 8 ચિત્તા હવે લગભગ 7 મહિના દૂર છે. આમાંથી એક માદા ચિત્તા શાશાનું કિડનીના ઈન્ફેક્શનને કારણે મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક માદા સાયાએ હાલમાં જ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. તે જ સમયે, 18 ફેબ્રુઆરીના રોજ, 12 નવા ચિત્તા દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા છે અને પાર્કમાં સ્થાયી થયા છે. પાર્કમાં ચિત્તાઓના પરિવારની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. તમામ ચિત્તોને તેમનું નવું ઘર ગમવા લાગ્યું છે. પરંતુ આ સાથે જ વન વિભાગની મુશ્કેલીઓ પણ વધવા લાગી છે.

Most Popular

To Top