SURAT

સુરતમાં મોલનાં બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારને લોક કરી દેવાઈ પછી જે થયું…

સુરત (Surat) : સામાન્ય રીતે તમે નો પાર્કિંગમાં કે ખુલ્લા રસ્તા-રોડ પર ગાડી પાર્ક કરી હોય અને પોલીસે ગાડીને લોક માર્યું હોય તેવા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુરત (Surat)માં મોલ (Mall) નાં બેઝમેન્ટ (Basement) માં પાર્ક (Park) કરેલી ગાડી (Car)ને લોક (Lock) મારી દેતા માથાકૂટ થઇ હતી. ફ્રી પાર્કિંગનો મુદ્દો ઉછળતા આ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. જેથી કોર્ટે એક કલાક સુધી ફ્રીમાં પાર્કિંગનો નિયમ બનાવ્યો. છતાં મોલ સંચાલકો મનમાની કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કાર માલિકે મોલના બેઝમેન્ટમાં કારના પાર્કિંગ માટે ચાર્જ વસૂલાતા સુપ્રીમ કોર્ટના નિયમ બતાવ્યો હતો છતાં મોલ સંચાલકોએ રાખેલા પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ કાર માલિકે પાર્કિંગનો ચાર્જ ન આપતા કારને લોક કરી દેવામાં હતી. જેથી સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ હતી સમગ્ર ઘટના
સુરતનાં ડુમ્મસ રોડ પર આવેલા વી.આર મોલમાં એક ચાલકે પોતાની કાર પાર્ક કરી હતી. મોલમાં ચાર્જ વસુલાતા કાર માલિકે ચાર્જ વસુલનારને સુપ્રીમ કોર્ટના નિયમો બતાવ્યા હતા. તેમ છતાં પાર્કિંગ ચાર્જ લેવાનું કહેતા કાર મલિક અને મોલ સંચાલકો સાથે માથાકૂટ થઈ હતી. જો કે માથાકૂટ બાદ નિયમોને વળગી રહેતા કાર ચાલકે ચાર્જ ન ચૂકવ્યો. જેથી મોલ સંચાલકોએ કારને લોક મારી દીધી હતી. જેથી આ માથાકૂટ વધી જતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. કાર માલિકે જણાવ્યું હતું કે મોલના પાર્કિંગમાં મારી કાર પાર્ક કર્યા બાદ મારી પાસે કાર પાર્કિંગના 30 રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે મેં સુપ્રીમ કોર્ટ ના નિયમ મુજબ જણાવ્યું હતું કે, હું માત્ર 10 મિનિટમાં પરત આવું છું અને જેને લઇ કોઈપણ પ્રકારનો ચાર્જ બનતો નથી તેમ જણાવ્યું હતું. છતાં મારી પાસે રૂપિયા માંગવામાં આવ્યા અને ન આપશે તો ગાડીને લોક મારી દેવાનું જણાવ્યું હતું. તેમ છતાં હું ચાર્જ આપ્યા વગર મારા કામ માટે ગયો હતો અને કામ પતાવીને દસ મિનિટ પછી તરત આવ્યો ત્યારે મારી કારને લોક કરી દીધી હતી.

આ છે સુપ્રીમ કોર્ટનો નિયમ
સામાન્ય રીતે જો તમે મોલ મલ્ટિપ્લેક્સમાં એક કલાકથી ઓછા સમય માટે કામ હોય તો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા માટે સંચાલકો કોઈપણ પ્રકારનો ચાર્જ લઇ શકે નહિ. તેમજ જો દિવસ દરમિયાન એક કલાકથી વધુ પાર્કિંગ માટે જ કોઈપણ મોલ મલ્ટિપ્લેક્સના સંચાલકો વાહનના માલિકો પાસેથી ચાર્જ વસૂલી શકે છે. તેમાં પણ નિયમ છે કે સમગ્ર દિવસ દરમિયાન કાર માલિકો પાસેથી 30 અને ટુ-વ્હીલર માલિકો પાસેથી પાર્કિંગ ચાર્જના નામે માત્ર 10 રૂપિયા જ વસુલવાની સત્તા છે. આ પ્રકારના સુપ્રીમ કોર્ટના નિયમ હોવા છતાં પણ વીઆર મોલમાં પાર્કિંગના નામે વાહન ચાલકો પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તેનો વિરોધ કરવામા આવ્યો હતો.

Most Popular

To Top