સુરત : પડોશી પર ભરોસો રાખીને તેના કહેવા પર 13 જેટલી ગાડીઓ તેને ગિરવે તથા કરાર કરીને આપવાનું ભારે પડી ગયુ હતું. પડોશીએ આ ગાડી બારોબાર વેચી મારતા સચિન ખાતે પોલીસ ફરિયાદ દાખલ થવા પામી હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ અનિલકુમાર જયસ્વાલ (ઉ. વર્ષ ૫૨, ધંધો-વેપાર, રહે. રાજ અભિષેક સિટી હોમ્સ, પારડી સચીન મૂળ, વારાણસી, ઉત્તરપ્રદેશ) દ્વારા તેના પડોશી પંકજ ખત્રી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમના પડોશી એવા પંકજ ખત્રીએ તેમની 13 જેટલી ગાડી વેચી મારીને રોકડી કરી હોવાની શંકા પોલીસ ફરિયાદમાં વ્યકત કરવામાં આવી છે.
તેમણે તથા તેમના સબંધીએ કુલ 13 જેટલી ફોર વ્હીલ પંકજને માસિક કરાર કરી ભાડે આપી હતી. પંકજના કહેવાથી તેઓએ પલસાણા ટી પોઇન્ટ પાસે ઓફિસ પણ ખોલી હતી. પંકજે અનિલભાઇને ગિરો કરાર કરવા જણાવ્યું હતું. તેથી અનિલભાઇએ પંકજના નામે ગિરો કરાર બનાવ્યો હતો. આ મામલે તેઓએ વકીલની ઓફિસમાં સહી કર્યા હતા. પડોશી હોવાથી ભરોસો રાખી દસ્તાવેજની યોગ્ય રીતે ખરાઇ કરી ન હતી.
દરમિયાન પંકજ ખત્રીનએ 13 જેટલી ગાડીઓ માસિક ત્રીસ હજાર થી પચાસ હજાર આપવાનું તેઓને કહ્યું હતું. તેઓને 3 મહિના સુધી ગાડીનું માસિક ભાડુ પંકજે આપ્યું હતું. ત્યારબાદ ભાડુ આપવાનુ બંધ કરી દીધુ હતુ. દરમિયાન પંકજ ખત્રીએ ગાડી બારોબાર વેચી મારી હોવાનુ તેઓની જાણમાં આવતા આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે ગાડીઓ લીઝ પર આપી હતી. તેમાં (૧) આઇ ટવેન્ટી,GJ-05-JP-0029 તથા (૨) સુઝુકી ડીઝાઇર જેનો રજી.નં. GJ-05-RH-3679 તથા (3) હુંડાઇ આઇ ટવેન્ટી જેનો રજી નં.GJ-21-BC-9422 તથા (૪) મારૂતી સુઝુકી સ્વીફટ જેનો રજિસ્ટ્રેશન નં.GJ-05-RL-4380 તથા (૫) સ્વીફટ XI જેનો રજી.નં.GJ-05-RL-4838 નથી (૬) મારૂતી સુઝુકી અર્ટીંગા રજિસ્ટ્રેશન નંબર .GJ-05-RM-3169 તથા (૭) ટોયોટા અર્બન ક્રુઝરનો રજિનં.GJ-05-R-3769 તથા (2) મારૂતી સુઝુકી સિયાઝ જેનો રજિસ્ટ્રેસન GJ-05-RP-7685 તથા (૯) મારૂની સુઝુકી ટેમ્પો .GJ-05-CU -5236 તથા (૧૦) ટોયોટા અર્બન ક્રુઝર ગાડી જેનો રજી નં.GJ-05-RS-2559 તથા (૧૧) હુન્ડાઇ ગાડી જેનો ૨જિ નં. GJ-05-RQ-8597 તથા (૧૨) મારૂતિ સુઝુકી બલેનો જેનો.GJ-05-RS-0573 તથા (૧૩) મારૂતી સુઝુકી સ્વીફ્ટ ZXI જેનો રજી.નં.GJ-05-R0-9670નો સમાવેશ થાય છે.