SURAT

કુખ્યાત બુટલેગર કૃણાલે ખટોદરાની બેઠી કોલોનીમાં ટેમ્પો ભરીને દારૂ મંગાવ્યો, વેચે તે પહેલાં પકડાયો

સુરત(Surat): ખટોદરા બેઠી કોલોની શાસ્ત્રી નગરના એક મકાનમાં સ્ટેટ વિજિલન્સ સેલના (State Vigilance Cell) અધિકારીઓએ દરોડા (Rail) પાડી 3.37 લાખના વિદેશી દારૂના (Liquor) જથ્થા સાથે બેને ઝડપી (Arrest) પાડ્યા છે. દારૂ મોકલનાર સહિત બેને વોન્ટેડ જાહેર કરી સલાબતપુરા પોલીસ સ્ટેશનને આગળની તપાસ સોંપી છે.

સ્ટેટ વિજિલન્સ સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે બેઠી કોલીની શાસ્ત્રી નગરના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન રૂ. 3,37,500 ની કિંમતની 3375 દારૂની બોટલ મળી આવી હતી. તેમજ 2 મોબાઇલ, દારૂની હેરાફેરી માટે વપરાશમાં લેવાયેલો એક ટેમ્પો મળી પોલીસે રૂ 4,12,500 નો મુદ્દામાલ કબજે લીધો છે.

આ દરોડામાં કૃણાલ દિલીપભાઈ ચોટે (મુખ્ય આરોપી દારુ નો ધંધો ચાલવનાર રહે: ખટોદરા બેઠી કોલોની ઉધના દરવાજા એપલ હોસ્પિટલ પાછળ સુરત ) અને સાગર પ્રકાશ તળીયા (નોકર, રહે ફ્લેટ નં : 302 પ્લોટ નંબર : 394 વિજય નગર 2 BRC મંદિર પાસે ઉધના ) ની ધરપકડ કરી સલાબતપુરા પોલીસ ને સોંપવામાં આવ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, દારૂ નો સ્ટોક આપનાર સંપત અને ટાટા એસીઈ વાહનમા દારુ નો જથ્થો આપનાર ડ્રાઈવર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ આખા કેસમાં સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top