વડોદરા: 66 વર્ષના દર્દી કે જેઓ ડાયાબીટીસ અને બીપીની બીમારીથી પીડાતા હતા, તેઓને ઇમરજન્સીમાં બેન્કર્સ ઓપી.રોડ ખાતે લાવવામાં આવ્યા. તેઓને જમણી બાજુ શરીરમાં લકવો થયો હતો અને તેઓ બોલી શકતા પણ ન હતા અને અર્ધજાગૃત અવસ્થામાં હતા. અને સંબધીઓએ જણાવ્યું કે ૨ કલાકથી દર્દીની આવી હાલત થઇ હતી. આખરે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં લાવેલા દર્દીને કેથલેબમાં પગમાંથી વાયર નાખીને લોહીનો ગઠ્ઠો દુર કરવામાં આવ્યો હતો.
આ સાથે જ મગજની નળીઓમાં લોહીનો પ્રવાહ ફરી ચાલુ થઇ ગયો. આ પ્રોસીજર પછી જાણે કે ચમત્કાર થયો હોય તેમ દર્દીની સ્પીચ તુરંત જ નોર્મલ થઈ ગઈ. ત્રણ દિવસની ધનિષ્ઠ સારવાર બાદ અને પાંચમે દિવસે દર્દી પોતાની જાતે ચાલતું ઘરે ગયું હતું. ડો. દર્શન બેન્કર, ડો. સુવાન્કર ઘોષ, ડો. ભાવિન ઉપાધ્યાય, ડો. પુનીત ઘેટિયા, ડો. ઠાકોર પરમાર તથા entire ટીમ દ્વારા કરવામાં આવેલી આ જટિલ પ્રોસીજરના પરિણામથી દર્દીના સંબધીઓ ખુબ ખુશ થઇ ડો. દર્શન બેન્કર અને તેમની ટીમનો ખુબ આભાર માન્યો હતો.