નવી દિલ્હી: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (AfghanistanCricketTeam) આ દિવસોમાં ભારતના (India) પ્રવાસે છે. અહીં 3 મેચની T20 સિરિઝ રમાવાની છે. પહેલી મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે પરંતુ આ મેચ પહેલા જ અફઘાન ટીમને મોટો ફટકો પડ્યો છે.
ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન આખી સિરિઝમાંથી આઉટ થઈ ગયો છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે રાશિદ છેલ્લી બે મેચમાં રમી શકે છે. પણ હવે એવું નથી. રાશિદ આખી શ્રેણીમાંથી બહાર છે. અફઘાન ટીમના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને પોતે આ વાત જણાવી છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં પરત ફર્યા
ગયા વર્ષના ટી-20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 મેચો રમ્યા નહોતા, પરંતુ 14 મહિનાના લાંબા અંતરાલ બાદ બંને દિગ્ગજ બેટ્સમેનો ટીમમાં પરત ફર્યા છે. રોહિત શર્માને ટી-20માં ટીમનું નેતૃત્વ ફરી સોંપવામાં આવ્યું છે. જેના પરથી એવું લાગી રહ્યું છે કે આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ આ બંને અનુભવી ખેલાડીઓ ટીમનો હિસ્સો હશે.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન અને મુકેશ કુમાર.
અફઘાનિસ્તાનની ટીમ: ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝાઝાઇ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝમતુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ-ઉર-રહેમાન, ફઝલહક ફારૂકી, ફરીદ અહેમદ, નવીન-ઉલ-હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ અને ગુલબદ્દીન નાયબ