SURAT

પુણામાં વેપારી પિતા-પુત્ર કારમાંથી ઉતર્યાને આવી ઘટના બની, CCTV સામે આવ્યા

સુરત: સુરત શહેરના પુણા વિસ્તારમાં વેપારી પિતા-પુત્ર સાથે ચોંકાવનારી ઘટના બની છે. અજાણ્યા રાહદારીના ઈશારા પર પિતા-પુત્ર કારમાંથી નીચે ઉતર્યા અને પળભરમાં જ એવો ખેલ થઈ ગયો કે બંને જણા દોડતા થઈ ગયા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં ધોળે દહાડે વાહનોના ટ્રાફિક વચ્ચે મંડપના કાપડના વેપારી અને તેના પુત્રની રૂપિયા 11.70 લાખ ભરેલી બેગ કારમાંથી ચોરાઈ ગઈ છે. વેપારી અને તેના પુત્રની નજર ચૂકવીને ચોર કારનો પાછલો દરવાજો ખોલીને રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે વેપારી પિતા-પુત્રની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.

ખરેખર ઘટના એવી બની કે સુરતના વેસુ વિસ્તારમાં કેનાલ રોડ પર રહેતા 32 વર્ષીય સુરેશ બગેચા પિતા મોતીલાલ સાથે પુણાના આઈમાતા ચોક પાસે આવેલા રઘુવીર બિઝનેસ એમ્પાયરની મંડપની દુકાનમાં નિયત ક્રમ અનુસાર જઈ રહ્યાં હતાં. તેમની ઈનોવા કારની પાછલી સીટ પર બેગમાં તેઓએ રૂપિયા 11.70 લાખ રોકડા ભરેલી બેગ મુકી હતી. દરમિયાન પર્વત પાટિયા કબુતર સર્કલ પાસે કાર થોભાવી તેઓ ઉભા હતા. પિતા દુકાન માટે સ્ટેશનરી લેવા ગયા હતા. સુરેશભાઈ કારમાં બેઠા હતા. ત્યારે એક પછી એક બે અજાણ્યા યુવકો ગાડીના બોનેટ તરફ ઈશારો કર્યો હતો, પરંતુ સુરેશભાઈએ ધ્યાન આપ્યું નહોતું. દરમિયાન પિતા સુરેશભાઈ સ્ટેશનરી લઈ આવ્યા ત્યારે ફરી એક અજાણ્યા ત્રીજા ઈસમે બોનેટ પર ઓઈલ પડ્યું હોવાનું કહ્યું હતું. તેથી પિતા અને સુરેશભાઈ બોનેટ ચેક કરવા ઉતર્યા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

બોનેટ ખોલીને બંને જણાએ ચેક કર્યું પરંતુ ત્યાં કોઈ ઓઈલ પડ્યું નહોતું, તેથી બોનેટ બંધ કરી બંને કારમાં બેઠા હતા, ત્યારે પિતાએ બેગ ચેક કરવા કહેતા સુરેશભાઈએ પાછલી સીટ પર જોયું હતું, પરંતુ ત્યાં બેગ નહોતી. કારમાંથી ઉતરી બંને જણાએ તપાસ કરી હતી પરંતુ ક્યાંય બેગ દેખાઈ નહોતી, તેથી બેગ ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આથી પિતા પુત્રએ પુણા પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ નજીકના સીસીટીવી ચેક કરતા એક યુવક કારનો પાછલો દરવાજો ખોલી બેગ લઈ તેના સાગરિત સાથે બાઈક પર ફરાર થતા જોવા મળ્યો હતો. પોલીસે આ સીસીટીવીની મદદથી ચોર ઈસમોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top