વાંસદા: વાંસદામાં (Vansada) ૭૫ વર્ષના વૃદ્ધની અસ્થિર મગજની (Unstable brain) યુવતી પર બળાત્કાર (Rape) કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વાંસદા તાલુકાના એક ગામમાં પતિના અવસાન બાદ મહિલા પોતાની એક માત્ર ૨૬ વર્ષીય દીકરી જે જન્મથી જ માનસિક બીમારીથી પીડાતી હોય, તેની સાથે રહી પોતે ઘરકામ અને ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહી છે. પોતાની માનસિક બીમાર દીકરીની વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અને ઘરે પણ દેખભાળ રાખવામાં આવી રહી છે.
ત્યારે તા. ૧૭/૫/૨૦૨૨ના રોજ બીમાર દીકરીની માતા સવારે આશરે આઠેક વાગ્યાના અરસામાં એક દુકાન ઉપર કરિયાણું લેવા માટે ગઈ હતી તે દરમિયાન તેમની દીકરી ઘરે એકલી હતી, ત્યારે તેમના ઘરની બાજુમાં જ રહેતા છોટુભાઈ લલ્લુભાઈ પટેલ (ઉંમર વર્ષ ૭૫)એ માનસિક બીમાર દીકરીના ઘરમાં જઇ બળાત્કાર કરતાં ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ લલ્લુભાઈ તેમના ઘરના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ બાબતે માનસિક રીતે બીમાર દીકરીની માતાએ વાંસદા પોલીસ મથકે છોટુભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
ધોરણ પારડીમાં તાપી નદીમાં નાહવા પડેલી 10 વર્ષની બાળકીનું ડૂબી જતાં મોત
કામરેજ: ધોરણ પારડી ગામે તાપી નદીમાં બહેનપણીઓ સાથે નદીમાં નાહવા પડેલી 10 વર્ષની બાળકી પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
કામરેજના ધોરણ પારડી ગામે ડેરી ફળિયામાં રહેતી અને ધોરણ-5માં ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી પૂજા મુકેશ વસાવા(ઉં.વ.10) અને તેની બહેનપણી સાથે ધોરણ પારડી ગામની સીમમાં સત્યમ યોગ ફાઉન્ડેશનની પાછળ આવેલા તાપી નદીના કિનારે બપોરના 1.30 કલાકે નાહવા માટે ગયા હતા, જેમાં અચાનક તાપી નદીના પાણીમાં પૂજા ડૂબી જતાં તેની બહેનપણીએ બૂમાબૂમ કરતાં કામરેજ ચાર રસ્તાની ફાયર વિભાગની ઈ.આર.સી.ની ટીમે ઘટના સ્થળે પહોંચી પૂજાની શોધખોળ કરતાં બપોરના 3 કલાકે મૃતદેહ મળ્યો હતો. બાદ કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પૂજા પરિવારની એકની એક સંતાન હતી. પૂજાના પિતાનું પણ આઠ વર્ષ અગાઉ અવસાન થયું હતું.