સુરત: સુરતમાં (Surat) વધુ એક યુવાનનું અકાળ મોત (Death) થયું છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાગર સોસાયટીમાં રહેતો 28 વર્ષિય યુવક શુક્રવારે રાત્રે પોતાના ઘરે જમી રહ્યો હતો. ત્યારે તે અચાનક બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાની સંભાવના છે.
- હરદીપ લખાણીને ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સ્મીમેરમાં લઈ જવાયો હતો
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કાપોદ્રામાં સમ્રાટ સોસાયટીની સામે સાગર સોસાયટીમાં રહેતા હરદીપ રાજેશ લખાણી( 28 વર્ષ) 14મી તારીખે રાત્રે ઘરમાં જમી રહ્યો હતો. જમતા-જમતા અચાનક તે બેભાન થઈ જતાં સારવાર માટે પહેલા ડાયમન્ડ હોસ્પિટલ અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મોતનું દેખીતું કોઈ કારણ સામે આવ્યું નથી. ડોક્ટરે હાર્ટ એટેકની સંભાવના વ્યક્ત કરી છે. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે. સ્મીમેર હોસ્પિટલમાં તેના વિવિધ સેમ્પલ્સ લેવાયા છે.
ગરમ પાણી લઈને જતાં પગ લપસતાં સિવિલ હોસ્પિટલની નર્સ દાઝી ગઈ
સુરત: સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ ઘરે ગરમ પાણી લઈને બાથરૂમમાં જતી હતી ત્યારે પગ લપસી જતાં તે પડી ગઈ હતી. તેના કારણે તે હાથ અને પેટના ભાગે ગરમ પાણી પડતાં તેણી સખત રીતે દાઝી ગઈ હતી.
- કૈલાશનગરમાં રહેતી શેફાલી ટંડેલ ઘરે પાણી ગરમ કરીને બાથરૂમમાં લઈ જઈ રહી હતી
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મજુરાગેટ પાસે કૈલાસનગરમાં રહેતી સેફાલી મુકેશ ટંડેલ( 23 વર્ષ) નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આજ રોજ સવારે તે ઘરમાં ડોલમાં ગરમ પાણી ભરીને બાથરૂમમાં જતી હતી ત્યારે પગ લપસી જતા ગરમ પાણીની ડોલ સાથે લપસી ગઈ હતી. તેથી સેફાલી હાથ અને પેટના ભાગે દાઝી ગઈ હતી. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.