Gujarat

જૂનાગઢમાં 2 વર્ષના બાળકને શેરીના જ ત્રણ કૂતરાએ ફાડી ખાધો

જૂનાગઢ: જૂનાગઢ (Junagadh) જિલ્લાના માણાવદર (Manavadar) તાલુકામાં એક કરૂણ ઘટના બની છે. જ્યાં મજૂરી અર્થે આવેલા પરિવારનો 2 વર્ષનો એકને એક પુત્રને (Son) ત્રણ કૂતરાએ (Dog) ફાડી ખાધો હતો. બાળકના પિતાએ તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાળકને હોસ્પિટલ (Hospital) લઈ જવાઈ તે પહેલા જ તેનું મોત (Death) નિપજ્યું હતું.

  • જૂનાગઢના માણાવદરમાં પરપ્રાંતિય પરિવારના એકના એક પુત્રને ત્રણ કૂતરાએ ફાડી ખાધો
  • 2 વર્ષનું બાળક જ્યારે રમી રહ્યો ત્યારે ત્રણ જંગલી કૂતરાઓ તેના પર અચનાક તૂટી પડ્યા
  • કૂતરાના અવાજના કારણે બાળકનો રડવાનો અવાજ દબાઈ ગયો હતો
  • બાળકના પિતાની નજર જતા પિતાએ બાળકને બચાવવાનો પ્રયત્નો કર્યા
  • પરિવાર છોટાઉદેપુરથી મજૂરી માટે માણાવદરના ગણા ગામે આવ્યો
  • મૃત બાળકના પિતા વાડીમાં મજૂરી કરી પરિવાનું ગુજરાન ચલાવે છે
  • પરિવારનો એકનો એક પુત્ર હતો

મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના નાનાવટ ગામનો વતની જગદીશ રાઠવા પોતાના પરિવાર સાથે જૂનાગઢ જિલ્લાના માણાવદ તાલુકાના ગણા ગામે મજૂરી અર્થે આવ્યો હતો. જગદીશ ભાઈ રાઠવા તેના પરિવાર સાથે કરસનભાઈની વાડીએ રહેતા હતા અને ભીમભાઈની વાડીમાં કામ કરતા હતો. ત્યારે જગદીશભાઈનો બે વર્ષનો પુત્ર રવિન્દ્ર વાડીમાં રમી રહ્યો હતો. ત્યારે વાડીમાં અચાનક ત્રણ જંગલી કૂતરાઓ આવી પહોંચ્યા હતા. અને બે વર્ષના રવિન્દ્ર પર અચનાક તૂટી પડ્યા હતા. કૂતરાના હુમલના કારણે બાળકોનો રડવાનો અવાજ દબાઈ ગયો હતો. જો કે જગદીશભાઈની નજર પડતા તેમણે બાળકને બચાવવા દોડ મૂકી હતી. અને બાળકને કૂતરાના કબ્જામાંથી બચાવવાના પ્રયત્નો કર્યા હતા.

ત્યારબાદ જગદીશભાઈ તાત્કાલિક 108ને જાણ કરી હતી. લોહીલૂહાણ હાલતમાં બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા વેળાએ જ માસૂમ બાળકે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. માણાવદર ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. અને પીએમ અર્થે મૃતદેહ મોકલ્યો હતો. 2 વર્ષનો રવિન્દ્ર પરિવારનો એકને એક પુત્ર હતો.

ઘોડિયામાં સૂતેલી બાળકીનું કૂતરાએ માથું ફાડી નાખ્યું
ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક શહેરોમાં રખડતાં ઢોરોના કારણે નાગરિકોનો જીવ જાય છે. આ અગાઉ પણ વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટના ટેનામેન્ટમાં રાત્રે  ઘરમાં ઉંઘતી માત્ર ચાર મહિના અને 3 દિવસની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં કૂતરાએ ઘરમાં જઈને બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી કુતરો ચાટતો હતો ત્યારે માની નજર પડતા જેમને ભારે જહેમત બાદ તે પોતાની વ્હાલસોયી બાળકીને બચાવી લીધી હતી. બાળકીની પરિસ્થિતિ હાલ ગંભીર હાલત જણાતા શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top